Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar NEWS : ક્રાંતિકારી પગલું: ગુજરાતમાં AI દ્વારા અનાજ ખરીદી અને વિતરણમાં પારદર્શકતાનો નવો યુગ!

ખેડૂતોના આર્થિક ઉત્થાન અને નાગરિકોની જનસુખાકારી માટે કટિબદ્ધ ગુજરાત સરકારે અનાજ ખરીદી અને વિતરણ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવો ઇતિહાસ રચ્યો છે.
gandhinagar news   ક્રાંતિકારી પગલું  ગુજરાતમાં ai દ્વારા અનાજ ખરીદી અને વિતરણમાં પારદર્શકતાનો નવો યુગ
Advertisement
Gandhinagar NEWS : ખેડૂતોના આર્થિક ઉત્થાન અને નાગરિકોની જનસુખાકારી માટે કટિબદ્ધ ગુજરાત સરકારે અનાજ ખરીદી અને વિતરણ પ્રક્રિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-Artificial Intelligence (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવો ઇતિહાસ રચ્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  રમણભાઈ સોલંકી(Ramanbhai Solanki)ના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા આ અદ્યતન અભિગમથી ખરીદી પ્રક્રિયામાં અભૂતપૂર્વ પારદર્શકતા અને ગુણવત્તા સુનિશ્ચિત થઈ છે.
Gandhinagar NEWS : પાયલોટ પ્રોજેક્ટની ઝાંખી અને આંકડાકીય માહિતી
ખરીફ માર્કેટિંગ સીઝન (KMS: 2025-26) અંતર્ગત ડાંગરની ખરીદી માટે ગાંધીનગરની અપજાવ એગ્રોટેક પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી ચાર જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો પર 'AI-Based Grain Analyzer' મશીનો મૂકવામાં આવ્યા છે.
  • આવરી લેવાયેલા જિલ્લાઓ: અમદાવાદ, મહિસાગર, આણંદ અને પંચમહાલ.
  • નોંધણી અને સેમ્પલિંગ: કુલ 13334 ખેડૂતોની નોંધણી થઈ છે, જેમાંથી 10
  •   કેન્દ્રો પર AI ગ્રેઈન એનાલાઈઝર દ્વારા 6191 સેમ્પલનું વૈજ્ઞાનિક પૃથ્થકરણ કરવામાં આવ્યું.
  • ગ્રેડિંગ પરિણામો: 3379 (54.6%) સેમ્પલ ગ્રેડ-એ (GA) અને 2812 (45.4%) કોમન (CM) ગુણવત્તાવાળા મળ્યા, જ્યારે 341 સેમ્પલ રિજેક્ટ થયા. ધોળકામાં સૌથી વધુ 24 % અને વિરમગામમાં 0% રિજેક્શન નોંધાયું.
  • ચકાસણીના માપદંડો: આ મશીન દ્વારા વિદેશી દ્રવ્યો (Foreign Matter), ક્ષતિગ્રસ્ત/રંગહીન દાણા, ભેજ (Moisture) તેમજ અપરિપક્વ દાણાની અત્યંત ચોક્કસ ચકાસણી થાય છે.

Gandhinagar NEWS : FSSAI કરતાં પણ કડક ગુણવત્તાના ધોરણો

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ઘઉં, ચોખા, ડાંગર, તુવેરદાળ, ચણા, સિંગતેલ અને ડબલ ફોર્ટીફાઈડ મીઠાનું વિતરણ થાય છે. તુવેરદાળ, ચણા અને ખાદ્યતેલોમાં FSSAI (ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા) ના રાષ્ટ્રીય ધોરણો કરતાં પણ વધુ કડક નિગમના પોતાના નિયમો લાગુ કરાયા છે. ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન થાય તે માટે સપ્લાય દરમિયાન ટ્રકને સિંગલ યુઝ વાયર સીલથી સીલ કરી સીધા ગોડાઉન મોકલવામાં આવે છે, જ્યાં હેડક્વાર્ટરની ક્વોલિટી કંટ્રોલ શાખા મારફતે FRL લેબમાં 100 % ક્રોસ વેરિફિકેશન કરાય છે.
ટેકનોલોજી આધારિત આ કડક વ્યવસ્થાના પરિણામે રાજ્યના લાખો લાભાર્થીઓ સુધી સંપૂર્ણ સ્વચ્છ, ભેળસેળરહિત અને ઉત્તમ ગુણવત્તાવાળું અનાજ પહોંચી રહ્યું છે. આ પહેલ માત્ર નાગરિકોના સ્વાસ્થ્યની રક્ષા જ નથી કરતી, પરંતુ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) પ્રત્યે જનતાનો વિશ્વાસ વધુ દ્રઢ કરીને સરકારની ખેડૂત કલ્યાણ અને પારદર્શક શાસનની પ્રતિબદ્ધતાને સાર્થક કરે છે.
Tags :
Advertisement

.

×