Gandhinagar NEWS :કૌશલ્ય ક્રાંતિ: ગ્રામીણ યુવાનોની બદલાતી જિંદગી!
ગુજરાતના ગ્રામીણ યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવતી ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) વર્ષ 2025-26માં સેંકડો યુવાનો માટે વિકાસના નવા અને ઉજ્જવળ દ્વાર ખોલી રહી છે
Advertisement
Gandhinagar NEWS : ગુજરાતના ગ્રામીણ યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવતી ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) વર્ષ 2025-26માં સેંકડો યુવાનો માટે વિકાસના નવા અને ઉજ્જવળ દ્વાર ખોલી રહી છે
Gandhinagar NEWS : વિકસિત ગુજરાતના નિર્માણમાં રાજ્યના યુવાધનને સક્ષમ, કૌશલ્યયુક્ત અને આત્મનિર્ભર બનાવવું એ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. ગ્રામીણ વિસ્તારોના યુવાનોને રોજગારીની યોગ્ય તકો પૂરી પાડીને તેમના જીવનધોરણને ઊંચું લાવવા માટે ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) એક આશીર્વાદરૂપ અને દીર્ઘદ્રષ્ટિવાળું માધ્યમ સાબિત થઈ રહી છે. આ યોજના થકી યુવાનો કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યા છે તેનો વિસ્તૃત અહેવાલ નીચે મુજબ છે:
ગુજરાતના ગ્રામીણ યુવાધનને આત્મનિર્ભર અને સશક્ત બનાવતી ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ (DDU-GKY) વર્ષ 2025-26 માં સેંકડો યુવાનો માટે વિકાસના નવા અને ઉજ્જવળ દ્વાર ખોલી રહી છે.
Gandhinagar NEWS : ‘દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના’ -યુવાનો માટે વિકાસની ઉજ્જવળ તકો
ગ્રામીણ યુવાનોને તાલીમ આપીને સન્માનજનક રોજગારી
- રોજગારીની સફળ સફર: 10 માર્ચ, 2026 સુધીમાં રાજ્યના 18 થી 35 વર્ષની વયજૂથના 1268 થી વધુ ગ્રામીણ યુવાનોને આ યોજના હેઠળ તાલીમ આપીને સન્માનજનક રોજગારી પૂરી પાડવામાં આવી છે, જેમાં મહિલાઓની ઉત્સાહજનક ભાગીદારી જોવા મળી છે.
- આર્થિક સ્થિરતા: તાલીમ પૂર્ણ થયા બાદ યુવાનો દર મહિને લઘુત્તમ રૂ. 10000 કે તેથી વધુની કમાણી સાથે પોતાના પરિવારને મજબૂત આર્થિક સહારો આપી રહ્યા છે.
- બજારની માંગ આધારિત ક્ષેત્રો: લોજિસ્ટિક્સ, હેલ્થકેર, રિટેલ, સોલાર ટેકનોલોજી, BPO અને વેબ ડિઝાઇનિંગ જેવા 40 થી વધુ ‘સેક્ટર સ્કિલ કાઉન્સિલ’ માન્ય ક્ષેત્રોમાં યુવાનોને નિપુણ બનાવવામાં આવે છે.
- સંપૂર્ણ વિનામૂલ્ય સુવિધાઓ: નિવાસી તાલીમાર્થીઓ માટે રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા અને બિન-નિવાસી તાલીમાર્થીઓ માટે ડીબીટી (DBT) દ્વારા મુસાફરી ભથ્થું આપવામાં આવે છે. આ સાથે યુનિફોર્મ, ટેબ્લેટ અને અભ્યાસ સામગ્રી પણ નિઃશુલ્ક અપાય છે.
- 12 મહિના સુધીનું ટેકનિકલ માર્ગદર્શન: નોકરી મળ્યા પછી પણ યુવાનો પોતાના કાર્યક્ષેત્રમાં સ્થિર થઈ શકે તે માટે 12 મહિના સુધી વિશેષ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવે છે.
પ્રેરણાદાયી સફળતાની ગાથા
મહીસાગર જિલ્લાના કાકરિયા ગામના દક્ષાબેન ડામોર જેવા અનેક ગ્રામીણ યુવાનો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થઈ છે. આર્થિક તંગી વચ્ચે જીવન ગુજારતા દક્ષાબેને ‘રીટેલ સેલ્સ એક્ઝિક્યુટિવ’, ‘કોમ્પ્યુટર-IT’ અને ‘સોફ્ટ સ્કિલ્સ’ની તાલીમ મેળવીને પોતાના આત્મવિશ્વાસમાં મોટો બદલો જોયો છે. આજે તેઓ હિન્દી અને અંગ્રેજી ભાષામાં સક્ષમતાથી વાતચીત કરી સ્વબળે આગળ વધી રહ્યા છે.
માહિતી અને માર્ગદર્શન ક્યાં મેળવવું?
ગ્રામીણ યુવક-યુવતીઓ આ યોજનાનો લાભ લેવા માટે પોતાની નજીકની તાલુકા પંચાયત કચેરી અથવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) નો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત વધુ વિગતો માટે
kaushal.rural.gov.in અથવા glpc.co.inવેબસાઇટની મુલાકાત લઈ શકાશે.
