CM ભૂપેન્દ્રભાઇ પટેલની દેશી રમૂજ! NFSU માં કહ્યું: "હિન્દી કરતાં આપણું ગુજરાતી જ સારું!"
CM Bhupendrabhai Patel Speech: ગાંધીનગર NFSU ખાતે ડીપ સી ફિશરીઝ પર રાષ્ટ્રીય વર્કશોપ યોજાયો હતો, જેમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ "હિન્દી કરતાં ગુજરાતી સારું", ગરમી અને બગડતા એસી પર પોતાના દેશી અંદાજમાં હળવી રમૂજ કરી સમગ્ર સભાગૃહમાં હાસ્યનું મોજું ફેલાવી દીધું હતું.
Advertisement
CM Bhupendrabhai Patel Speech: ગાંધીનગર (Gandhinagar) સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે 'ડીપ સી ફિશરીઝ' (Deep Sea Fisheries) વિષય પર એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય વર્કશોપનું (National Workshop) આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) તેમજ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી (Union Fisheries Minister) વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થયા હતા. દેશના દરિયાઈ સંસાધનો અને મત્સ્ય ઉદ્યોગના ટકાઉ વિકાસ માટે આયોજિત આ પરિસંવાદમાં મત્સ્ય ક્ષેત્રની નવી તકો અને બ્લુ ઇકોનોમી (Blue Economy) અંગે દેશભરના વિષય નિષ્ણાતોએ વિસ્તૃત વિચારવિમર્શ કર્યો હતો.

