Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગુજરાત કેડરના 5 સંયુક્ત સચિવને અધિક સચિવ તરીકે બઢતી અપાઈ

Gandhinagar : આજે ગુજરાતમાં મતગણતરીનો દિવસ છે સાથે સાથે વહીવટી માળખામાં બદલી અને બઢતીના આદેશ આપવામાં આવ્યા છે, મુખ્યમંત્રી કાર્યાલયના બે મહત્વના અધિકારીઓને બઢતી સાથે બદલી કરવામાં આવી છે. બે રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલય માં ફરજ બજાવતા અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે.
gandhinagar   ગુજરાત કેડરના 5 સંયુક્ત સચિવને અધિક સચિવ તરીકે બઢતી અપાઈ
Advertisement
  • Gandhinagar માં વહીવટી ક્ષેત્રે બઢતી અને બદલીનો દોર
  • ઉપસચિવમાંથી નાયબ સચિવ તરીકે બઢતી
  • નાયબ સચિવ કક્ષાના 21 અધિકારીઓની પણ બદલી
  • સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીનો કરાયો આદેશ
  • પાંચ સંયુક્ત સચિવને અધિક સચિવ તરીકે બઢતી

Gandhinagar : મુખ્યમંત્રી (chiefminister) કાર્યાલયના બે અધિકારીઓને (officers) બઢતી સાથે બદલી કરવામાં આવી છે, રાજ્યકક્ષાના બે મંત્રીઓના (minister) કાર્યાલયમાં રહેલા અધિકારીઓને પણ અપાઈ બઢતી અને ઉપસચિવમાંથી નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, ઉપસચિવ કક્ષાના 39 અધિકારીની બદલી કરવામાં આવી છે અને પાંચ સંયુક્ત સચિવને અધિક સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે, નાયબ સચિવ કક્ષાના 21 અધિકારીની પણ બદલી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલીનો કરાયો આદેશ

વહીવટી તંત્રમાં મોટો ફેરફાર સામે આવ્યો છે જેમાં બઢતી અને બદલીનો ધમધમાટ કરવામાં આવ્યો છે, ગુજરાત રાજ્યના વહીવટી માળખામાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે અનેક અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો આપવામાં આવ્યા છે. આ ફેરફારમાં ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલયના બે મહત્વના અધિકારીઓને બઢતી સાથે નવી જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, બે રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં ફરજ બજાવતા અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે.

Advertisement

gandhinagar gujarat first

Advertisement

Gandhinagar : નાયબ સચિવ કક્ષાના 21 અધિકારીઓની પણ બદલી

થોડાક મહિના અગાઉ પણ બદલી સાથે બઢતી આપવામાં આવી હતી, હાલમાં 5 સંયુક્ત સચિવોને 'અધિક સચિવ' તરીકે બઢતી આપવામાં આવી છે તો ઉપસચિવ કક્ષાના અધિકારીઓને 'નાયબ સચિવ તરીકે બઢતી મળી છે. વહીવટમાં કાર્યક્ષમતા વધારવા માટે ઉપસચિવ કક્ષાના 39 અને નાયબ સચિવ કક્ષાના 21 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો : વન વિભાગમાં ભૂકંપ: રાજ્યના 6 IFS સહિત 8 અધિકારીઓની બદલી, અધિકારીઓમાં ફફડાટ

Tags :
Advertisement

.

×