Gandhinagar : 29 જીવતા કારતૂસ સાથે રાજસ્થાનના 2 શખ્સ ઝડપાયા, ચિલોડા પોલીસે ઓપરેશન પાડયું પાર
- Gandhinagar માં ઘાતક હથિયારો સાથે બે આરોપીની ધરપકડ
- ગાંધીનગરની ચિલોડા પોલીસે પિસ્તોલ અને દેશી તમંચા સાથે કરી ધરપકડ
- ચંદ્રાલા નાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયા આરોપી
- બે પિસ્તોલ અને એક દેશી તમંચો જપ્ત કરાયો
- પોલીસે આરોપીઓ પાસેથી 29 જીવતા કારતુસ પણ જપ્ત કર્યા
Gandhinagar : ગાંધીનગર જિલ્લાના ચિલોડા (chiloda) વિસ્તારમાંથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથધરી છે. ચંદ્રાલા (chandrala) નાકા પાસે ચેકિંગ (cheking) દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓને અટકાવવામાં આવ્યા હતા, જેમાં તપાસ કરતા તેમના પાસેથી ઘાતક હથિયારો (weapons) મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓને તાત્કાલિક કસ્ટડીમાં લઇ વધુ પૂછપરછ શરૂ કરી છે. ખાનગી લકઝરી બસમાં આ બન્ને આરોપીઓ હથિયાર લઈને આવ્યા હોવાની વાત સામે આવી છે, તો આ હથિયાર કોને આપવાના હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
ચિલોડા પોલીસે આર્મસ એકટ હેઠળ ગુનો નોંધ્યો
ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને 29 જીવતા કારતુસ મળીને અંદાજિત કુલ રૂ. 90 હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. આ શખ્સો ઘાતક હથિયારો રાજસ્થાનથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ચિલોડા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે હિંમતનગર તરફથી આવતી દિલ્હી - અમદાવાદ રૂટની રવીના ટ્રાવેલ્સની બસને રોકવામાં આવી હતી.
Gandhinagar : પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલ બન્ને આરોપીઓ રાજસ્થાનના છે અને ગુજરાતમાં હથિયાર આપવા માટે આવ્યા હતા. 28 વર્ષીય રવિન્દ્રસિંગ દેશરાજસિંગ જાટ (હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, કડોદરા, સુરત; મુળ રહે. ધોલપુર, રાજસ્થાન) અને 19 વર્ષીય યુવરાજસિંગ સોવરનસિંગ જાટ (રહે. ધોલપુર, રાજસ્થાન) હથિયારોના જથ્થા સાથે ઝડપાઈ ગયો છે. જેમની પાસેથી પિસ્ટલ, તમંચો, મેગેઝીન, કારતુસ, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 89,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો : Surat : SBI બેંકમાં હથિયારધારી લૂંટારૂઓનો આતંક, કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની લૂંટ


