ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : લગ્નના માંડવામાં ભારત-પાકિસ્તાન મેચનું જોવા મળ્યું Live પ્રસારણ

ગાંધીનગરના રાંધેજામાં એક અનોખો લગ્ન સમારંભ યોજાયો હતો. જ્યાં ક્રિકેટ પ્રેમી યુગલે લગ્નના માંડવામાં મેચનું લાઈવ પ્રસારણ કરાવ્યું હતું અને મેચ જોતા જોતા મંગળફેરા ફર્યા હતા. લગ્ન સમારોહના પાર્ટી પ્લોટમાં મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હતી.
11:21 AM Feb 24, 2025 IST | Hardik Shah
ગાંધીનગરના રાંધેજામાં એક અનોખો લગ્ન સમારંભ યોજાયો હતો. જ્યાં ક્રિકેટ પ્રેમી યુગલે લગ્નના માંડવામાં મેચનું લાઈવ પ્રસારણ કરાવ્યું હતું અને મેચ જોતા જોતા મંગળફેરા ફર્યા હતા. લગ્ન સમારોહના પાર્ટી પ્લોટમાં મોટી LED સ્ક્રીન મૂકવામાં આવી હતી.
Gandhinagar Randheja unique wedding ceremony

Gandhinagar : ગાંધીનગરના રાંધેજામાં એક ક્રિકેટ પ્રેમી યુગલે લગ્નના મંડપમાં મંગળફેરા ફરતી વખતે ભારત-પાકિસ્તાન મેચનું Live પ્રસારણ જોઈને એક યાદગાર સમારંભનું આયોજન કર્યું. આ અનોખા લગ્નમાં પાર્ટી પ્લોટમાં મોટી LED સ્ક્રીન ગોઠવીને મેચનું Live પ્રસારણ રાખવામાં આવ્યું હતું, જ્યાં ફટાણાને બદલે મેચની કોમેન્ટ્રીના સૂર ગૂંજતા હતા. મહેમાનોએ પણ આ નવતર અંદાજને ખૂબ માણ્યો અને લગ્નની રસ્મોની સાથે ક્રિકેટના જોમમાં ઝૂમી ઉઠ્યા, જે આ પ્રસંગને અલગ જ રંગત આપી ગયું.

તમામ મહેમાનોએ મેચનો આનંદ માણ્યો

રવિવારે ભારત અને પાકિસ્તાનની મેચ દુબઈમાં રમાઈ હતી, જ્યા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને આસાનીથી હરાવી તેને ચેમ્પિયન્સ ટ્રોફીથી લગભગ બહાર કરી દીધું છે. આ મેચને દુનિયાભરના લોકોએ જીવંત જોઇ હતી. ગાંધીનગરના રાંધેજામાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન પણ કઇંક આવો જ નજારો જોવા મળ્યો હતો. જીહા, અહીં ક્રિકેટ પ્રેમી યુગલે મેચ જોતા જોતા મંગળફેરા ફર્યા હતા. તમે આ લગ્ન સમારાહોના દ્રશ્યો જોઇને એકવાર માટે ચોંકી જ જશો. અસલી ક્રિકેટ પ્રેમી કોણ કહેવાય તે તમને આ લગ્ન સમારોહમાં જોવા મળી જશે.

ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, ભારતે પાકિસ્તાનને (Ind Vs Pak) 6 વિકેટે હરાવ્યું છે. ભારત તરફથી વિરાટ કોહલી (Virat Kohli) 100 રન બનાવીને અણનમ રહ્યો હતો. 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની આ સતત બીજી જીત છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરીને 241 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ 42.3 ઓવરમાં લક્ષ્યને હાંસિલ કરી લીધું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 82 મી સદી ફટકારી

પાકિસ્તાની ટીમના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં અને આખી ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ મેચમાં કોહલીએ ભારત માટે શાનદાર સદી ફટકારી પોતાના આલોચકોના મોઢા બંધ કરી દીધા છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 82 મી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ મેચમાં 15 રન બનાવીને ODI ક્રિકેટમાં 14,000 રન પૂરા કર્યા છે અને ઈતિહાસ રચ્યો છે. તે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે આ માત્ર 287 ઈનિંગ્સમાં કરી બતાવ્યું છે. કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો 19 વર્ષ જૂનો વિશ્વ રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિને 350 ઈનિંગ્સમાં ODI ક્રિકેટમાં 14,000 રન પૂરા કર્યા. સચિને 2006 માં પાકિસ્તાન સામે સદી ફટકારીને આ રન પૂરા કર્યા હતા.

આ પણ વાંચો :  કપડવંજ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય છતાં પ્રમુખ કોંગ્રેસના બનશે, મહિલા અનામત બેઠકના કારણે જશીબેનને મળશે પ્રમુખપદ

Tags :
CricketCricket NewsGandhinagarGandhinagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahIndia-Pakistan matchLED ScreenLive broadcastRandhejaRandheja Newsunique wedding ceremony
Next Article