ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : TET 1 ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે રાહતનાં સમાચાર!

શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા સત્તાવાર રીતે ઠરાવ કરીને માહિતી આપવામાં આવી છે.
10:46 AM Sep 24, 2025 IST | Vipul Sen
શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા સત્તાવાર રીતે ઠરાવ કરીને માહિતી આપવામાં આવી છે.
TATExam_Gujarat_first
  1. TET 1 ની પરીક્ષા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો
  2. ટેટ-1 ની પરીક્ષા માટે સમય 90 મિનિટથી વધારી 120 મિનિટ કરાયો
  3. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ જાહેર કરી માહિતી અપાઈ
  4. ટેટ-1 પરીક્ષા માટે પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે

Gandhinagar : ટેટ-1 ની પરીક્ષાને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ટેટ-1 ની પરીક્ષા (TET 1 Exam) માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ટેટ-1 ની પરીક્ષા માટે હવે સમય 90 મિનિટથી વધારીને 120 મિનિટ કરાયો છે. શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા સત્તાવાર રીતે ઠરાવ કરીને માહિતી આપવામાં આવી છે. જો કે,  ટેટ-1 ની પરીક્ષા માટે પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે.

આ પણ વાંચો - Ahmedabad: કુબેરનગરમાં પતિ બન્યો હેવાન, આઝાદ મેદાન પાસે પત્ની-સાસુને જીવતી સળગાવી

TET 1 પરીક્ષા માટે સમયમાં વધારો કરાયો

રાજ્યમાં ટેટ-1 ની પરીક્ષા (TET 1 Exam) આપતા ઉમેદવારો માટે રાહત આપતા સમાચાર આવ્યા છે. ટેટ-1 ની પરીક્ષા માટે સમયમાં વધારો કરવામાં આવ્યો છે. ટેટ-1 ની પરીક્ષા માટેનો સમય 90 મિનિટથી વધારીને 120 મિનિટ સુધી કરાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ કરીને આ અંગે માહિતી આપવામાં આવી છે. આ ઠરાવ મુજબ, ટેટ-1 ની પરીક્ષા માટેનાં પ્રશ્નોની સંખ્યા યથાવત રહેશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવે છે.

આ પણ વાંચો - Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી પકડાયો નકલી PSI

અગાઉ સર્ટિફિકેટની સમય મર્યાદામાં કરાયો હતો વધારો

નોંધનીય છે કે, અગાઉ ટેટ-1 અને ટેટ-2 પાસ કરનારા ઉમેદવારો માટે સર્ટિફિકેટની (TET Certificate) સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ, સર્ટિફિકેટની મર્યાદા 5 વર્ષ સુધીની કરાઈ હતી. સર્ટિફિકેટની સમય મર્યાદા અંગે શિક્ષણ વિભાગે નોટિફિકેશન જાહેર કર્યુ હતું, જે મુજબ પાંચ વર્ષ અથવા નવી શિક્ષણ નીતિ જે વહેલું હોય તે પ્રમાણે મર્યાદા રહેશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો - રાજકોટમાં કોલેજિયન યુવતીની સરાજાહેર છેડતી, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

Tags :
Gujarat Education DepartmentGUJARAT FIRST NEWSState Examination BoardTAT 1 Exam TimeTET 1 ExamTET CertificateTop Gujarati News
Next Article