Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : ગુજરાતમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર, 12 મે પહેલાં કરી લો આ કામ

Gandhinagar : ગુજરાતમાં શિક્ષણના અધિકાર (Right to Education-RTE) હેઠળ ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મેળવવા ઈચ્છતા હજારો પરિવારોની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રથમ રાઉન્ડમાં કુલ 77,925 બાળકોને પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવી છે. રાજ્યભરની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત બેઠકો હેઠળ કુલ 86,678 બેઠકો ઉપલબ્ધ હતી.
gandhinagar   ગુજરાતમાં rte પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર  12 મે પહેલાં કરી લો આ કામ
Advertisement
  • Gandhinagar મા પણ RTE હેઠળ બાળકોને પ્રવેશ અપાયો
  • કુલ 86678 બેઠકો પૈકી બાળકોને પ્રવેશ ફાળવાયો
  • અમદાવાદમાં 14200 બેઠકો પૈકી 13652 બેઠકો પર પ્રવેશ ફાળવાયો
  • પ્રવેશ ફાળવાયા બાદ વાલીઓ 12 મે સુધી કન્ફર્મ કરાવી શકશે
  • સંબંધિત શાળામાં જરૂરી દસ્તાવેજો જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે

Gandhinagar : આ વખતે પ્રવેશ માટે 2,42,500 અરજીઓ (application) આવી હતી જેમાંથી 54,588 અરજીઓ રદ થઈ છે. જયારે ખૂટતા ડોક્યુમેન્ટ્સ (documents) તેમજ લાયક ન હોય તેવી 2034 અરજી રિજેક્ટ કરી દેવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન (right to education) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓને (students) 4 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત અપાઈ હતી. એ પછી 23 એપ્રિલ સુધી મુદત લંબાવવાનો નિર્ણય કર્યો હતો. અમદાવાદમાં 14200 બેઠકો પૈકી 13652 બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે તે વાલીઓ સ્કૂલની પસંદગી 12 મે સુધી કન્ફર્મ કરાવી શકશે.

વડોદરાની સ્કૂલોમાં 4400 બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે

ગત વર્ષે ૩338 સ્કૂલોમાં 4762 બેઠકો પર આરટીઈ હેઠળ પ્રવેશ અપાયો હતો અને આ વર્ષે 340 સ્કૂલોમાં 4400 બેઠકો ધો.1ના વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. આમ ગત વર્ષ કરતા આરટીઈ હેઠળ પ્રવેશ માટે 362 બેઠકો ઘટી છે. કેટલીક સ્કૂલો એવી છે જે બે પાળીમાં ચાલે છે.અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સવારની પાળીમાં કે બપોરની પાળીમાં પ્રવેશ આપવો તે સ્કૂલો નક્કી કરતી હતી.જોકે હવે સરકારે પ્રવેશ ફોર્મમાં વાલીઓને જ સવારની પાળી અથવા બપોરની પાળી પસંદ કરવાનો વિકલ્પ આપવાનું નક્કી કર્યું છે.

Advertisement

rte gujarat first

Advertisement

Gandhinagar પ્રવેશ પ્રક્રિયામાં આ ડોકયુમેન્ટસ જરૂરી છે

અરજી કરતા પહેલા આ દસ્તાવેજો સ્કેન કરીને તૈયાર રાખવા - બાળકનું આધારકાર્ડ (આધારકાર્ડમાં નામ એક જ લાઈનમાં હોવું જોઈએ), બાળકનો જન્મનો દાખલો (નામની જોડણી અને ફોર્મેટ આધારકાર્ડ મુજબ હોવું જરૂરી છે), માતા-પિતાનું આધારકાર્ડ, રહેઠાણનો પુરાવો (રહેઠાણથી 6 કિ.મી.ની અંદરની ખાનગી શાળાઓ પસંદ કરી શકાશે), આવકનો દાખલો, બેંક પાસબુક (બાળકના નામની), બાળકનો પાસપોર્ટ સાઈઝ ફોટો, જાતિનો દાખલો (જો હોય તો), બીપીએલ કાર્ડ (જો હોય તો).

આ પણ વાંચો : Ahmedabad : RTE પ્રવેશને લઈ રસાકસીનો માહોલ, ઓછી બેઠકો સામે વધુ અરજીઓ થઈ હોવાની વાત

Tags :
Advertisement

.

×