Gandhinagar : વિકાસ ઝંખતા ગિરનારની સમસ્યાઓનાં હલ માટે જુનાગઢનાં અગ્રણી સંતો ગાંધીનગર પહોંચ્યા
- જૂનાગઢનાં અગ્રણી સંતો-મહંતો ગાંધીનગર પહોંચ્યા (Gandhinagar)
- ગિરનારની વિવિધ સમસ્યાનાં ઝડપી નિકારણ માટે રજૂઆત કરી
- પૂજ્ય મુકતાનંદજી બાપુ, શેરનાથ બાપુ, હરિહરાનંદજી આવ્યાં
- પ્રભારીમંત્રી રાધવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને મળ્યા
Gandhinagar : વિકાસ ઝંખતા ગિરિવર ગિરનારની (Girnar) વિવિધ સમસ્યાઓનાં હલ માટે આજે જુનાગઢનાં (Junagadh) અગ્રણી સંતો-મહંતો ગાંધીનગર પહોંચ્યા હતા. પૂજ્ય મુકતાનંદજી બાપુ (Pujya Muktanandji Bapu), શેરનાથ બાપુ, હરિહરાનંદજી સહિત સંતો-મંહેતો પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા, પ્રભારીમંત્રી રાધવજી પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીને (Harsh Sandhvi) મળ્યા અને ગિરનારનાં વિકાસ, યાત્રી સુવિધાઓ સહિત અનેક પ્રશ્નો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
આ પણ વાંચો - Visavadar By-election : AAP- કોંગ્રેસ ગઠબંધન અંગે શક્તિસિંહ ગોહિલે કરી સ્પષ્ટતા, કહ્યું- વાત કર્યા વગર.!
જૂનાગઢનાં અગ્રણી સંતો-મહંતો ગાંધીનગર પહોંચ્યા
ગિરનારની વિવિધ સમસ્યા મામલે આજે જુનાગઢનાં અગ્રણી સંતો-મહંતો ગાંધીનગર (Gandhinagar) આવ્યા હતા. માહિતી અનુસાર, સોરઠનાં અગ્રણી સંતો, પ. પૂજ્ય મુકતાનંદજી બાપુ, શેરનાથજી બાપુ (Shernath Bapu), હરીહરાનંદ ભારતીબાપુ સહીત સંતો અને ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, મહાનગર ભાજપ અધ્યક્ષ ગૌરવ રૂપારેલીયા, ગિરનાર વિકાસ બોર્ડનાં પ્રદીપ ખીમાણી, શૈલેષ દવે, યાત્રાધામ વિકાસ બોર્ડનાં પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર સહિત અન્ય અગ્રણીઓ ગાંધીનગર આવ્યા હતા. આજે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવી, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા અને મંત્રી રાઘવજી પટેલ (Radhavji Patel) સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો - Gujarat Cyclone Alert : હવામાન નિષ્ણાંતોની કડાકા-ભડાકા સાથેની વરસાદની આગાહી, ગુજરાતમાં કેટલાક ભાગોમાં જળમગ્ન થશે
ગિરનારની વિવિધ સમસ્યાનાં ઝડપી નિકારણ માટે રજૂઆત કરી
દરમિયાન, ગિરનારનાં (Girnar) વિકાસ અને ગિરનાર આવતા શ્રદ્ધાળુઓ માટેની સુવિધા સહિત વિવિધ સમસ્યાનાં નિવારણ અંગે રજૂઆત કરી હતી. સાધુ-સંતો અને મહંતો દ્વારા કરવામાં આવેલ રજૂઆત બાદ પ્રત્યુતરમાં આગામી સમયમાં સૂચવેલા કામો અંગે ઝડપથી સફળ કામગીરી કરવામાં આવશે એવી ખાત્રી સરકાર દ્વારા આપવામાં આવી હતી.
આ પણ વાંચો - Rajkot : પશુ બલિ અટકાવવા જતા વિજ્ઞાનજાથાની ટીમ, પોલીસ પર સ્થાનિકોનો હુમલાનો પ્રયાસ!