Gandhinagar : BMW કારની અડફેટે રાહદારી મહિલાનું મોત
- Gandhinagar ના સરગાસણ પાસે અકસ્માતમાં મહિલાનું મોત
- BMW કારચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા નિપજયું મોત
- ગઈકાલે રાત્રે સરગાસણ ડી-માર્ટની પાછળ અકસ્માતની ઘટના
- અકસ્માત સર્જનાર આરોપી મિત્ર પાસેથી લાવ્યો હતો કાર
- પંજાબ પાસિંગની BMW કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર
- અકસ્માત સર્જનાર આરોપીનું નામ હર્ષ મોરિશ્વર હોવાનું ખુલ્યું
- અકસ્માતમાં શાંતા સુનાર નામની મહિલાનું નિપજયું મોત
- ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે આરોપી હર્ષની કરી ધરપકડ
Accident in Gandhinagar : ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એકવાર ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો છે. મળતી માહિતી અનુસાર, પાટનગરમાં ફરી એકવાર બેફામ રફતારના કારણે દુર્ઘટના સર્જાઈ છે. સરગાસણ પાસે બનેલી આ ઘટનામાં BMW કાર ચાલકે રાહદારી યુવતીને અડફેટે લીધી હતી, જેના કારણે તેણીનું સ્થળ પર જ મોત થયું. ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતની ઘટના
માહિતી મુજબ, ગઈકાલે રાત્રે ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં, D-Mart ની પાછળ આ ભયાનક અકસ્માત બન્યો હતો. BMW કારચાલકે રસ્તા પર ચાલી રહેલી યુવતીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે રાહદારી મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક મહિલાની ઓળખ શાંતા સુનાર તરીકે થઈ છે, જે 29 વર્ષની હતી.
ગાંધીનગરના સરગાસણ પાસે અકસ્માતમાં મહિલાનું મોત
BMW કારચાલકે રાહદારી મહિલાને અડફેટે લેતા નિપજયું મોત
ગઈકાલે રાત્રે સરગાસણ ડી-માર્ટની પાછળ અકસ્માતની ઘટના
અકસ્માત સર્જનાર આરોપી મિત્ર પાસેથી લાવ્યો હતો કાર
પંજાબ પાસિંગની BMW કાર પર પંજાબ પોલીસનું સ્ટીકર
અકસ્માત સર્જનાર આરોપીનું નામ… pic.twitter.com/k8eh5FnA6r— Gujarat First (@GujaratFirst) August 18, 2025
આરોપી અને કાર અંગેની વિગતો
તપાસમાં જાણવા મળ્યું કે અકસ્માત સર્જનારનું નામ હર્ષ મોરિશ્વર છે. તે પોતાની મિત્ર પાસેથી BMW કાર લઈને નીકળ્યો હતો. ખાસ વાત એ છે કે આ કાર પંજાબ પાસિંગની છે અને તેના પર "પંજાબ પોલીસ"નું સ્ટીકર લગાવેલું હતું. પોલીસને શંકા છે કે સ્ટીકરનો ઉપયોગ પ્રભાવ જમાવવા માટે કરવામાં આવ્યો હતો.
Gandhinagar પોલીસે હાથ ધરેલી કાર્યવાહી
ગાંધીનગર (Gandhinagar) માં અકસ્માત બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી. ઈન્ફોસિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી હર્ષ મોરિશ્વરને ઝડપી લીધો હતો. તેની સામે ગુનો નોંધાયો છે અને કારને કબજે લેવામાં આવી છે. પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે કે અકસ્માત સમયે તે દારૂ કે નશામાં હતો કે નહીં.
રફતારનો કહેર
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતથી ફરી એકવાર શહેરમાં બેફામ ફોર વ્હીલરની સમસ્યા ચર્ચામાં આવી છે. અગાઉ પણ ગાંધીનગર અને અમદાવાદમાં બેફામ કારચાલકોના કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. સ્થાનિક રહેવાસીઓએ માગણી કરી છે કે આવા કેસોમાં કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
આ પણ વાંચો : Gandhinagar : સેક્ટર 14 થી 29 સુધીના વિસ્તારોને આ દિવસથી મળશે 24 કલાક પાણી


