ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચાર યોજના અંતર્ગત સ્કોલરશીપનું વિતરણ

ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત CM ના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. ચાર યોજના અંતર્ગત 13.05 લાખ વિદ્યાર્થીને રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ આપવામાં આવશે.
10:38 PM Dec 12, 2025 IST | Vipul Sen
ગાંધીનગરમાં શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી સહિત નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત CM ના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. ચાર યોજના અંતર્ગત 13.05 લાખ વિદ્યાર્થીને રૂ.370 કરોડથી વધુની સ્કોલરશીપ આપવામાં આવશે.
CM_Gujarat_first
  1. Gandhinagar માં સેક્ટર 17 ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો
  2. CM ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત
  3. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ થયું
  4. ગાંધીનગર સેક્ટર 17 ટાઉન હોલમાં કાર્યક્રમ યોજાયો
  5. 4 યોજના હેઠળ 13.05 લાખ વિદ્યાર્થીને રૂ.370 કરોડથી વધુની શિષ્યવૃત્તિનું વિતરણ

Gandhinagar : ગાંધીનગરમાં સેક્ટર 17 ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel), DyCM હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ (CM Gyan Sadhana Merit Scholarship) અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ (CM Gyan Setu Merit Scholarship Scheme) યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું. આમ, ચાર યોજના અંતર્ગત 13.05 લાખ વિદ્યાર્થીને રૂ. 370 કરોડથી વધુની સ્કોલરશીપ સહાય આપવામાં આવશે.

આ પણ વાંચો - Lokrakshak Bharti: લોકરક્ષકનું આખરી પરિણામ જાહેર, જાણો

Gandhinagar માં CM નાં હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ

આજે પાટનગર ગાંધીનગર (Gandhinagar) સેક્ટર-17 ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું (Scholarship Distribution Program) આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, DyCM હર્ષભાઈ સંઘવી, રાજ્ય શિક્ષણમંત્રી રીવાબા જાડેજા (Rivaba Jadeja) સહિત અન્ય નેતાઓ, અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, મુખ્યમંત્રીનાં હસ્તે શિષ્યવૃત્તિનું વિતરણ કરાયું હતું. વિવિધ શૈક્ષણિક યોજનાઓ હેઠળ રાજ્યના 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને રૂ. 370 કરોડથી વધુની સ્કોલરશીપનું વિતરણ કરાયું.

આ પણ વાંચો - Mehsana: દૂધસાગર ડેરીમાં અશોકભાઈ ચૌધરીની ફરી ચેરમેન તરીકે વરણી, જાણો કોણ બન્યા વાઇસ ચેરમેન?

4 યોજના અંતર્ગત 13.05 લાખ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ અપાશે

માહિતી અનુસાર, નમો લક્ષ્મી (Namo Lakshmi), નમો સરસ્વતી વિજ્ઞાન સાધના (Namo Saraswati Vigyan Sadhana), મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત આ શિષ્યવૃત્તિનું વિતરણ વિદ્યાર્થીઓને ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)’ ના માધ્યમથી કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત 11 લાખ વિદ્યાર્થીઓને જૂનથી નવેમ્બર 2025 સુધીમાં રૂપિયા 309 કરોડ થી વધુ રકમની ચૂકવણી કરાઈ છે. જ્યારે, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત 1.50 લાખ વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓને કુલ 42 કરોડની ચુકવણી કરાઈ છે. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત 25 હજાર વિદ્યાર્થીઓને પ્રથમ સત્રની કુલ 11.39 કરોડથી વધુની રકમ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત 30 હજાર વિદ્યાર્થીઓને પ્રથમ સત્રનાં રૂપિયા 7.68 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

આ પણ વાંચો - CM Bhupendra Patel : PM મોદીના માર્ગદર્શન હેઠળ CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી

Tags :
Chief Minister Gyan Sadhana Merit ScholarshipChief Minister Gyan Setu Merit Scholarship SchemeCM Bhupendra PatelDirect Benefit TransferDyCM Harshabhai SanghviGandhinagarGUJARAT FIRST NEWSNamo LakshmiNamo Saraswati Vigyan SadhanaRivaba JadejaScholarship Distribution ProgramScholarship SchemesTop Gujarati News
Next Article