Gandhinagar: 24 કલાકમાં 3 પોલીસકર્મીના આપઘાત, હેડ કોન્સ્ટેબલ Upendrasinh Vaghela જીવન ટૂંકાવી લેતાં ખળભળાટ!
- Gandhinagar માં પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત
- સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો આપઘાત
- પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ પોલીસકર્મીએ કર્યો આપઘાત
- હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ કર્યો આપઘાત
Gandhinagar: રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલા (Upendrasinh Vaghela) ગળે ફાંસો ખાઈને આપઘાત (Suicide) કરી લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ પોલીસકર્મીઓ જીવન ટૂંકવી લીધુ છે. 22 જાન્યુઆરીએ ભાવનગર અને ભરૂચમાં ત્યારબાદ આજે ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Gandhinagar: પોતાના ઘરે ખાંધો ગળે ફાંસો!
મળતી માહિતી મુજબ, મૃતક પોલીસ કર્મચારીની ઓળખ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલા(Upendrasinh Vaghela) તરીકે થઈ છે. તેઓ ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ઉપેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના નિવાસસ્થાને (Residence) ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
Gandhinagar : ગાંધીનગરમાં પોલીસ કર્મચારીએ કર્યો આપઘાત
સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો આપઘાત
પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ પોલીસકર્મીએ કર્યો આપઘાત
હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ કર્યો આપઘાત
પોલીસકર્મીના આપઘાતનું કારણ હજુ અકબંધ#Gandhinagar #HeadConstable… pic.twitter.com/DFexKmnYu2— Gujarat First (@GujaratFirst) January 23, 2026
આ પણ વાંચોઃ GTU Convocation: ખેડા જીલ્લાની દીકરીએ શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો, Megha Dave એ GTU માં મેળવ્યો ગોલ્ડ મેડલ!
Gandhinagar: થોડા દિવસથી હેડ કોન્સ્ટેબલ હતા રજા પર
સૂત્રોના જણાવ્યા અનુસાર, હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ છેલ્લા થોડા દિવસોથી રજા (Leave) પર હતા. રજા દરમિયાન તેમણે આ અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ જાણી શકાયું નથી. આત્મહત્યા પાછળનું કારણ (Reason) હજુ પણ અકબંધ (Mystery) છે. શું તેઓ કોઈ માનસિક તણાવ (Mental Stress) માં હતા કે પછી કોઈ કૌટુંબિક સમસ્યા (Family Issue) હતી, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસકર્મીના આપઘાત બાદ અનેક સવાલો ઉભા થયા છે.
આપઘાતનું કારણ જાણવા તપાસ તેજ
Gujarat Police : પોલીસકર્મીઓનો આપઘાત, કામનું ભારણ જવાબદાર? | Gujarat First
રાજ્યમાં 24 કલાકમાં જ ત્રણ પોલીસકર્મીએ જિંદગી ટૂંકાવી લીધી
22 જાન્યુઆરીના રોજ ભાવનગર અને ભરૂચમાં અને હવે ગાંધીનગરમાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા
23 જાન્યુઆરી - ગાંધીનગર - હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ… pic.twitter.com/Y1yAYYphN3— Gujarat First (@GujaratFirst) January 23, 2026
સેક્ટર-7 પોલીસ અને સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (Post-Mortem) માટે હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એક શિસ્તબદ્ધ દળના કર્મચારી દ્વારા લેવાયેલા આ પગલાથી તેમના સાથી કર્મચારીઓમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ વિભાગ હવે તેમના નજીકના મિત્રો અને પરિવારજનોની પૂછપરછ (Interrogation) કરી રહી છે જેથી આત્મહત્યાનું સાચું કારણ બહાર આવી શકે. ગાંધીનગર જેવા શાંત વિસ્તારમાં પોલીસકર્મીના આત્મહત્યાના કિસ્સાએ સુરક્ષા દળમાં માનસિક સ્વાસ્થ્ય (Mental Health) અંગે પણ ચર્ચા જગાવી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ (Investigation) શરૂ કરી છે.
Bhavnagar માં હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે દવા પીધી
ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ ભાવનગર ઘોઘા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે (DigvijaySingh Gohil) ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વહેલી સવારે ઝેરી દવા પી લેતાં ભાવનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જો કે સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતુ. જેથી સિટી Dy.SP સહિતના પોલીસ અધિકારી હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ આ મામલે તપાસ ચાલુ છે.
Bharuch: મહિલા પોલીસકર્મીએ પંખે લટકી જીવન ટૂંકાવ્યું
22 જાન્યુઆરીએ જ બીજી એક મહિલા પોલીસકર્મીની આપઘાતની ઘટના ભરુચ (Bharuch) માં બની હતી. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે (Preeti Parmar) જીવન ટૂંકાવી લીધું હતુ. મૂળ ભાવનગરની પ્રીતિ ઉદેસિંહ પરમારે રૂમમાં પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો. મહિલા પોલીસકર્મીના આપઘાત પાછળનું રહસ્ય અકબંધ છે.
આમ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 પોલીસકર્મીના આપઘાતથી ખળભળાટ મચ્યો છે. પોલીસ વિભાગમાં આપઘાતની ઘટનાઓ વધતાં અનેક સવાલો ઉભા થયા છે. કોઈને કોઈ કારણસોર પોલીસકર્મીઓ આપઘાત કરી રહ્યા છે. જે ચિંતાનો વિષય છે. હાલ આ તમામ આપઘાત મામલે તપાસ તે જ કરાઈ છે.
આ પણ વાંચોઃ Mahisagar: ભાઈએ પ્રેમિકાના દાગીના ગીરવે મૂક્યા, છોડાવવા બહેનના ઘરે જ કરી ચોરી!\


