ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : સમર્પણ મૂકબધિર શિશુ વિદ્યામંદિરમાં દિવ્યાંગ બાળકોનો શાળા પ્રવેશોત્સવ યોજાયો

મંત્રી ભાનુબેન બાબરીયાએશાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.
04:58 PM Jul 02, 2025 IST | Vipul Sen
મંત્રી ભાનુબેન બાબરીયાએશાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.
BhanubenB_Gujarat_first main
  1. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ 5 દિવ્યાંગ શાળાનાં 34 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો 
  2. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, સૌની સહિયારી જવાબદારી: મંત્રી ભાનુબેન બાબરીયા
  3. 'દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા યોગ્ય શિક્ષણ આપી સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ'

Gandhinagar : “સૌ ભણે, સૌ આગળ વધે” નાં સંકલ્પથી શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરનાં 'સમર્પણ મૂક બધિર શિશુ વિદ્યામંદિર' (Samarpan Mook Badhir Shishu Vidyamandir) ખાતેથી વિવિધ 5 દિવ્યાંગ શાળાનાં 34 બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાએ (Bhanuben Babaria) શાળામાં પ્રવેશ કરાવીને તેમના ભણતરની શરૂઆત કરાવી હતી.

દિવ્યાંગ બાળકોને શિક્ષિત કરી સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ : ભાનુબેન બાબરીયા

દિવ્યાંગ બાળકોને શાળામાં પ્રવેશ કરાવતાં મંત્રી ભાનુબેન બાબરીયાએ (Bhanuben Babaria) જણાવ્યું હતું કે, બાળકોનાં શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારનાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. શિક્ષણથી કોઈપણ બાળક વંચિત ન રહે તે માત્ર શિક્ષકોની જ નહીં, પરંતુ આપણા સૌની સહિયારી જવાબદારી છે. દિવ્યાંગ બાળકોને અગ્ર હરોળમાં લાવવા માટે યોગ્ય શિક્ષણ આપી તેમને સશક્ત બનાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મંત્રીએ દિવ્યાંગ શાળાનાં (Divyang Children School) શિક્ષકોની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે, સમૃદ્ધ રાષ્ટ્રનાં નિર્માણ માટે દિવ્યાંગોને મુખ્ય ધારા સાથે જોડવાનું શ્રેષ્ઠ કાર્ય દિવ્યાંગ શાળાનાં શિક્ષકો કરી રહ્યાં છે. બાળકોને સમજવા અને તેમના પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા માટે શિક્ષણ આપવાનું ઉત્તમ કામ પણ આ જ શિક્ષકો કરી રહ્યાં છે.

આ પણ વાંચો - સરસપુર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિમિટેડની અનોખી પહેલ! તમામ શાખાઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

મંત્રી ભાનુબેન બાબરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે 128 શાળાઓ કાર્યરત છે. એક શિક્ષક વર્ગને સ્વર્ગ બનાવે છે. વર્ગનું કાળું પાટિયું અનેકનાં જીવનમાં પ્રકાશ રેલાવે છે. આજે આપણે એવા દિવ્યાંગ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવીએ છીએ કે જેમના જન્મથી જ કંઈક ત્રુટિ રહી ગઈ હોય, તેમના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવવાનું કામ આપણે કરવાનું છે. આ કાર્યક્રમ દરમિયાન શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીને મંત્રી ભાનુબેન બાબરીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી ભાનુબેન બાબરીયાએ વૃક્ષારોપણ (Gandhinagar) કરી શાળામાં ઉપસ્થિત વાલીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પણ વાંચો - Today Tapi River Birthday : તાપીમાતાના જન્મદિવસની ઉજવણી, સ્મરણ માત્રથી તમામ પાપોનો થાય છે નાશ

કાર્યક્રમમાં મેયર, ધારાસભ્ય સહિતનાં મહાનુભાવો રહ્યા હાજર

મંત્રી ભાનુબેન બાબરીયા સહિતનાં મહાનુભાવોએ શિક્ષણની સોનેરી સફરમાં પગરવ માંડતા બાળકોને સ્નેહભેર આવકાર આપીને ઉત્તમ ભવિષ્ય અને સર્વશ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં મેયર મીરાબેન પટેલ (Mayor Miraben Patel), ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર (Dharmishthaben Gajjar), ધારાસભ્ય રીટાબેન પટેલ (Ritaben Patel), ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, શાસક પક્ષનાં નેતા અનિલસિંહ વાઘેલા, સામાજિક ન્યાય અને અધિકારિતા સચિવ મોહમ્મદ શાહી, સમાજ સુરક્ષા પ્રભાગનાં નિયામક વિક્રમસિંહ જાદવ ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાનાં પ્રતિનિધિઓ, શાળાનાં આચાર્ય સહિત શિક્ષકો, વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - VADODARA : ધારાસભ્યની રજૂઆત બાદ પાલિકાના અધિકારીઓ દોડી આવ્યા

Tags :
Bhanuben BabariaDharmishthaben GajjarDivyang Children SchoolDivyang SchoolGandhinagarGUJARAT FIRST NEWSMayor Miraben PatelMLA Ritaben PatelSamarpan Mook Badhir Shishu VidyamandirShala Praveshotsav 2025:Top Gujarati News
Next Article