Gandhinagar: બિલ્ડરના પુત્રના આપધાત મામલે થયા મોટા ખુલાસા
- Gandhinagar: યુવકના પિતા પ્રવિણ પટેલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી
- કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલ સિંહ વિરુદ્ધ ફરિયાદ
- 25 જાન્યુઆરીએ 25 વર્ષીય ઋષભ પટેલ ગુમ થયો હતો
Gandhinagar: ગાંધીનગર બિલ્ડરના પુત્રના આપધાત મામલે યુવકના પિતા પ્રવિણ પટેલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. 25 જાન્યુઆરીએ 25 વર્ષીય ઋષભ પટેલ ગુમ થયો હતો. જેમાં રાયપુર ગામની સીમમાંથી ઋષભ પટેલની કાર બિનવારસી મળી હતી. તથા કારમાંથી રોકડ, દાગીના, મોબાઈલ અને એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં 28 તારીખે યુવકની લાશ કડી કેનાલમાંથી હતી.
જાણો શું છે સમગ્ર ઘટના
ઈન્ફોસિટી પોલીસે કલ્પેશ પટેલ, મનીષ પટેલ, ક્રિશાલ પટેલ, મહિપાલસિંહ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી છે. ઋષભ પટેલની સુસાઈડ નોટના આધારે મૃતક ઋષભ પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂપિયા બાબતે જાહેરમાં માર મારતા યુવકે સુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું હતું. 25 મી એ ઘરેથી નીકળ્યો અને 28 જાન્યુઆરીએ મૃતદેહ મળ્યો હતો.
Gandhinagar | અચાનક ગુમ થયેલ પુત્ર ચાર દિવસ બાદ આ હાલતમાં મળ્યો! | Gujarat First
ગાંધીનગર બિલ્ડરના પુત્રએ ટૂંકાવ્યું જીવન
યુવકના પિતા પ્રવિણ પટેલે 4 લોકો સામે ફરિયાદ નોંધાવી
કલ્પેશ પટેલ,મનીષ પટેલ,ક્રિશાલ પટેલ, મહિપાલ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
25 જાન્યુઆરીએ 25 વર્ષીય રૂષભ પટેલ… pic.twitter.com/LwMvP0K2aM— Gujarat First (@GujaratFirst) January 30, 2026
Gandhinagar: 13 દિવસ પહેલા લગ્ન થયેલા યુવકે આપઘાત કરી લીધો
ચોંકાવનારી બાબતો એ છે કે 13 દિવસ પહેલા લગ્ન થયેલા યુવકે આપઘાત કરી લીધો છે. તેમજ મૃતક યુવકનો મૃતદેહ કડી કેનાલ નજીકથી મળ્યો હતો. યુવકનું નામ ઋષભ છે. જેની થોડા દિવસોથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.
Rishabh case family demands
બિલ્ડરના પુત્રના આપઘાત કેસમાં ન્યાયની ઉગ્ર માંગ
ઋષભના આત્માને શાંતિ મળે તે માટે ન્યાય આપો: પરિવારની માગ
ઋષભના આપઘાત કેસમાં સ્વજનો આક્રમક, વરઘોડો કાઢવાની કરી માંગ#JusticeForRishabh #Gandhinagar #Varghodo #CrimeNews #Harassment #GujaratPolice… pic.twitter.com/smJdra8cKG— Gujarat First (@GujaratFirst) January 30, 2026
પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરના દીકરા તથા પૂર્વ કાઉન્સિલર તારા પટેલના દીકરા મનીષ પટેલ દ્વારા રૂપિયાની લેતીદેતીના મુદ્દે ઋષભનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને માર મારવામાં આવ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ ત્રાસથી કંટાળી યુવકે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને મળેલી માહિતી પ્રમાણે, ઋષભના લગ્નને હજુ 13 દિવસ જ થયા હતા. અચાનક તેના ગુમ થવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો, ત્યારબાદ કડી કેનાલ નજીકથી તેનો મૃતદેહ મળતા સમગ્ર મામલે ચકચાર મચી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર બિલ્ડરના પુત્રના આપધાતનો મામલો
ઋષભના પરિવારની ન્યાય માટે સરકારને કરુણ અપીલ
"મારા દીકરા સાથે થયું એવું બીજા કોઈ સાથે ન થવું જોઈએ" પીડિત#Gandhinagar #RishabhCase #JusticeForRishabh #HarshSanghvi #GujaratPolice #SuicideCase #CrimeNews #Emotional #GujaratFirst #Family pic.twitter.com/z0H8AC62ie— Gujarat First (@GujaratFirst) January 30, 2026
પરિવારે ન્યાયની માગ કરી છે. ઋષભભાઈના પરિવારે કહ્યું કે, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. આવું કોઈ અન્ય દીકરા સાથે ન થવું જોઈએ. ઋષભભાઈના આત્માને શાંતિ મળે તે માટે ન્યાય આપો. ઋષભભાઈના આપઘાત કેસમાં સ્વજનો ન્યાયની આક્રમક માગ ઊચ્ચારી છે.
આ પણ વાંચો: Gujarat Cold: રાજ્યમાં ઠંડીનો ચમકારો, જાણો કયા શહેરમાં કેટલુ તાપમાન


