Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar News: સોલાર પ્રોજેક્ટમાં તપાસ વિના જ ફાઇલ મંજૂરી આપી હતી, લાંચિયા અશ્વિન ચૌધરી અંગે મોટો ઘટસ્ફોટ

ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન ચૌધરીને ગુજરાત ACBએ રૂ. 5.51 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો છે. સોલાર પ્રોજેક્ટની ફાઈલ મંજૂર કરવાના બદલામાં લાંચ માંગનાર આ અધિકારીના ગાંધીનગર અને સુરત સ્થિત નિવાસસ્થાને દરોડા પાડતા રૂ. 1.76 કરોડ રોકડા અને રૂ. 88.82 લાખના દાગીના મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
gandhinagar news  સોલાર પ્રોજેક્ટમાં તપાસ વિના જ ફાઇલ મંજૂરી આપી હતી  લાંચિયા અશ્વિન ચૌધરી અંગે મોટો ઘટસ્ફોટ
Advertisement

Gandhinagar News: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.  ત્યારે  ઉદ્યોગ ભવનમાં મુખ્ય વિદ્યુત નિરીક્ષક તરીકે ફરજ બજાવતો ક્લાસ વન અધિકારી અશ્વિન ચૌધરી લાંચ લેતા પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. એક સોલાર પ્રોજેક્ટની મંજૂરી આપવા માટે અરજદાર પાસે રૂ. 5.51 લાખની લાંચની માંગણી કરી હતી. જે બાદ  અરજદારની ફરિયાદને આધારે ACB એ ટ્રેપ ગોઠવી  આ લાંચિયો અધિકારીને પકડી પાડ્યો છે.

દરોડામાં મળી અઢળક સંપત્તિ

અશ્વિન ચૌધરીની ધરપકડ બાદ ACB ની ટીમે તેમના ગાંધીનગર અને સુરત સ્થિત નિવાસસ્થાને સઘન તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અધિકારીની ભ્રષ્ટાચારની પોલ ખૂલી ગઈ હતી. તેમના ઘરમાંથી રૂ. 1.76 કરોડ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત, રૂ. 88.82 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે, જે તેમની આવકના સ્રોત કરતા અનેકગણી વધુ સંપત્તિ હોવાનું જણાય છે.

Advertisement

Advertisement

100 થી વધુ ફાઈલોમાં ગોટાળાની આશંકા

પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ધડાકો થયો છે કે, અશ્વિન ચૌધરીએ કોઈપણ પ્રકારની યોગ્ય તપાસ કર્યા વગર અત્યાર સુધીમાં સોલાર પ્રોજેક્ટની આશરે 100 જેટલી ફાઈલો મંજૂર કરી હોવાનું સામે આવ્યું છે. તેમણે નિયમોને નેવે મૂકીને લાંચના બદલામાં મંજૂરીઓ આપી હોવાની શંકા છે. આ સમગ્ર પ્રકરણમાં હવે ACB દ્વારા પરિવારના સભ્યોના એકાઉન્ટ, બેંક લોકર્સ અને અન્ય સ્થાવર-જંગમ મિલકતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

તપાસનો ધમધમાટ તેજ

ACBના અધિકારીઓના મતે આ કેસ માત્ર રૂ. 5 લાખની લાંચ પૂરતો સીમિત નથી, પરંતુ તપાસ જેમ આગળ વધશે તેમ કરોડો રૂપિયાની બેનામી મિલકત બહાર આવવાની પ્રબળ શક્યતા છે. આરોપી અધિકારીની મોડસ ઓપરેન્ડી તપાસતા એવું જણાય છે કે તેઓ લાંબા સમયથી આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ હતા. હાલ ACBની વિવિધ ટીમો પુરાવા એકત્રિત કરી રહી છે અને ટૂંક સમયમાં અન્ય મોટા માથાઓના નામ પણ આ કૌભાંડમાં સામેલ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ Surat News: ડોનેશનની લાલચ આપી મહિલાએ શાળાના ટ્રસ્ટીને 2 કરોડનો ચૂનો લગાવ્યો!

Tags :
Advertisement

.

×