Gandhinagar : સરકારે એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો કર્યો આદેશ, જુઓ લિસ્ટ
- રાજ્યમાં 18 IAS અધિકારીઓની બદલીનાં આદેશ કરાયાં (Gandhinagar)
- જુનાગઢ DDO, અધિક કલેક્ટર અને ગીર સોમનાથ કલેક્ટરની બદલી કરાઈ
- ગીર સોમનાથનાં વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની પણ બદલી
- મિશન ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનમાં બદલી કરાઈ
Gandhinagar : રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. રાજ્યમાં વધુ 18 IAS અધિકારીઓની બદલીનાં (IAS Transfer in Gujarat) આદેશ કરાયા છે. આ અધિકારીઓમાં જુનાગઢ DDO, અધિક કલેક્ટર અને ગીર સોમનાથ કલેક્ટરની બદલી સામેલ છે. ઉપરાંત, ગીર સોમનાથનાં વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની (Digvijaysinh Jadeja) પણ બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gandhinagar: તોલમાપ તંત્રના રાજ્યવ્યાપી દરોડા, અનેક વેપારીઓની ગેરરીતિ સામે આવી
એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનાં આદેશ
ગુજરાત સરકારે (Gujarat Government) એક સાથે 18 IAS અધિકારીઓની બદલીનો આદેશ કર્યો છે. માહિતી અનુસાર, સરકાર દ્વારા જુનાગઢ DDO (Junagadh DDO), અધિક કલેક્ટર અને ગીર સોમનાથ કલેક્ટરની બદલી કરવામાં આવી છે. સાથે જ ગીર સોમનાથનાં (Gir Somnath) વિવાદિત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની પણ બદલી કરવામાં આવી છે. તેમની બદલી મિશન ડાયરેક્ટર ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનમાં કરવામાં આવી છે. જ્યારે, સહકાર વિભાગનાં રજિસ્ટ્રાર N.V. ઉપાધ્યાયની ગીર સોમનાથ કલેક્ટર તરીકે બદલી કરાઈ છે.
આ પણ વાંચો - NEET Exam Scam : લાખો રૂપિયાના વહીવટનો કથિત ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ, કોંગ્રેસ નેતાના પ્રહાર
સી.સી. કોટકની અમદાવાદનાં SPIPA નાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી
માહિતી અનુસાર, રાજ્ય સરકાર દ્વારા નિતીન સાંગવાની જુનાગઢ DDO ખાતેથી ગાંધીનગર (Gandhinagar) ખાતે એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ વિભાગમાં બદલી કરાઈ છે. જ્યારે, મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી H.P. પટેલની જુનાગઢ DDO ખાતે બદલી કરાઈ છે. ઉપરાંત, મહેસાણામાં પ્રાદેશિક તાલીમ કેન્દ્ર (SPIPA) માં નાયબ નિયામક સી.સી. કોટકની અમદાવાદનાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) નાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે બદલી કરાઈ છે.
આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજાનાં સાગરીતો સામે કસાયો સકંજો! મુંબઈ એરપોર્ટથી ઝડપાયો વિજય ભીમા