ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ધો. 3 થી 8 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર

ધોરણ 3 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
09:07 PM Feb 17, 2025 IST | Vipul Sen
ધોરણ 3 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
GSEB_Gujarat_first
  1. ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર (Gandhinagar)
  2. 7 થી 25 એપ્રિલ દરમિયાન દ્વિતીય સત્રાંત પરીક્ષા યોજાશે
  3. ધોરણ 10-12 નાં વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર
  4. આજથી શાળાઓ ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ

Gandhinagar : શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ધોરણ 3 થી 8 નાં વિદ્યાર્થીઓ માટે દ્વિતીય સત્રાંત પરીક્ષાનો (Second Semester Examination) કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે 7 એપ્રિલથી દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થશે જે 25 એપ્રિલ સુધી ચાલશે. બીજી તરફ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે શાળાઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે.

આ પણ વાંચો - Navsari : કરોડોની કિંમતનો કોકેઈનનો જથ્થો લઈ જતી નાઈજિરિયન મહિલા ઝડપાઈ

7 થી 25 એપ્રિલ દરમિયાન દ્વિતીય સત્રાંત પરીક્ષા યોજાશે

ધોરણ 3 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ, 7 એપ્રિલથી 25 એપ્રિલ દરમિયાન દ્વિતીય સત્રાંત પરીક્ષા (Second Semester Examination) યોજાશે. આ પરીક્ષા 80 માર્કની રહેશે. પરીક્ષા અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Gujarat Hospital Scam : સગર્ભા મહિલાનાં ચેકઅપનાં CCTV ફૂટેજ વાઇરલ થવા મામલે હોસ્પિ. તંત્રે શું કહ્યું ?

આજથી શાળાઓ ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ

બીજી તરફ ધોરણ 10-12 નાં વિદ્યાર્થીઓ માટે પણ મોટા સમાચાર આવ્યા છે. બોર્ડની પરીક્ષા (Board Exams) માટે શાળાઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. શાળાઓ સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓને હોલ ટિકિટ (Hall Tickets) આપશે. ગુજરાત શિક્ષણ બોર્ડની (Gandhinagar) આધિકારિક વેબસાઇડ https://www.gseb.org/ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. જો કે, વિદ્યાર્થીઓ જાતે પણ આ આધિકારિક સાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. જણાવી દઈએ કે, ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે આજથી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે.

આ પણ વાંચો - સગર્ભા મહિલાઓનાં ચેકઅપનાં CCTV ફૂટેજ Rajkot ની હોસ્પિટલનાં! ચોંકાવનારો ઘટસ્ફોટ

Tags :
Board ExamsGandhinagarGSEBGSHSEBGujarat Council of Educational ResearchGUJARAT FIRST NEWSSecond Semester ExaminationTop Gujarati News
Next Article