Gandhinagar : રાજ્યને મળશે 15-17 નવા તાલુકા, કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા!
- ગુજરાતનાં 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે
- 15 થી 17 જેટલા નવા તાલુકાની થઈ શકે છે રચના
- આજની કેબિનેટ બેઠકમાં નવા તાલુકાને મળી શકે છે સૈદ્ધાંતિક મંજૂરી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
Gandhinagar : ગુજરાત રાજ્યમાં હવે વધુ નવા તાલુકા અસ્તિત્વમાં આવશે. રાજ્યનાં 33 જિલ્લામાં 15 થી 17 જેટલા નવા તાલુકાની રચના થઈ શકે છે. આજની કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળી શકે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા નવા તાલુકા અસ્તિત્વમાં આવે એવી સંભાવના છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનાર ચૂંટણીમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે.
આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં આરોપીનો 'યુટર્ન', પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
કેબિનેટની બેઠક બાદ રાજ્યને 15 થી 17 નવા તાલુકા મળી શકે છે
ગુજરાત રાજ્યનાં 33 જિલ્લાઓને 15 થી 17 જેટલા નવા તાલુકા મળી શકે છે. આજની કેબિનેટ બેઠકમાં આ નવા તાલુકાને સૈદ્ધાંતિક મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. માહિતી અનુસાર, જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી (Sthanik Swarajya Election) પહેલા અસ્તિત્વમાં નવા તાલુકાની રચના થઈ શકે છે. જો કે, આ અંગે કેબિનેટની બેઠકમાં ચર્ચા બાદ સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે.
આ પણ વાંચો - Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે
જણાવી દઈએ કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરાશે. ઉત્તર ગુજરાતમાં વરસાદ બાદ નુકસાની સંદર્ભે પણ સમીક્ષા થશે. સાથે જ સ્વદેશી ચીજોની ખરીદી સંદર્ભે અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. માહિતી અનુસાર, તહેવારોના સમયમાં સુરક્ષા સહિતની બાબતો પર પણ સમીક્ષા કરાશે. તહેવારોમાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણ સંદર્ભે અને સરકારના આગામી કાર્યક્રમો તથા નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરાશે.
આ પણ વાંચો - Government Job : આનંદો! નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા ભરવા મંજૂરી