Gandhinagar : GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો
- GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની સાગમટે બદલી કરાઈ
- 2023ની બેચના 8 અધિકારીને પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગ
- પંચાયત વિભાગ દ્વારા 1433 કર્મચારીઓની બદલી કરાઈ
Gandhinagar : ગુજરાત રાજ્યમાં ફરીથી બદલી અને બઢતીનો દોર જોવા મળી રહ્યો છે. આ વખતે GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની સામગટે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 2023ની બેચના 8 અધિકારીઓને પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગ અપાયું છે. પંચાયત વિભાગ (Panchayat Department) માં પણ અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો છે. જેમાં 1433 કર્મચારીઓની બદલી કરી દેવાઈ છે.
GAS કેડરના વર્ગ-1ના 59 અધિકારીઓની બદલી
ગતરોજ ગાંધીનગરથી મહેસૂલ વિભાગના GAS કેડરના જુનિયર સ્કેલના વર્ગ-1ના અધિકારીઓની બદલીના ઓર્ડર ઈશ્યૂ થયા છે. જેમાં જુનિયર સ્કેલ પરના GAS કેડરના કુલ 59 અધિકારીઓની તાત્કાલિક અને સાગમટે બદલી કરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અધિકારીઓ લાંબા સમયથી ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા હતા.
Gas Gujarat First-26-07-2025-
આ પણ વાંચોઃ Gujarati Top News : આજે 26 મી જુલાઈ, 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં ?
8 અધિકારીને પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગ
ગાંધીનગરથી મહેસૂલ વિભાગના GAS કેડરના જુનિયર સ્કેલના વર્ગ-1ના અધિકારીઓની બદલી કરી દેવાના ઓર્ડર ઈશ્યૂ કરાયા છે. આ સિવાય 8 અધિકારીઓને પ્રાંત અધિકારી તરીકે પોસ્ટિંગના ઓર્ડર પણ કરવામાં આવ્યા છે. જેમાં આ 8 અધિકારીઓ 2023ની બેચના હોવાનું સામે આવ્યું છે. આ સિવાય પંચાયત વિભાગના અધિકારીઓની બદલીનો પણ ગંજીપો ચીપાયો છે. જેમાં 1433 કર્મચારીઓની બદલી કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ Jamnagar : 108 ની ટીમની સરાહનીય કામગીરી, માતા-નવજાત બાળકનો જીવ બચાવ્યો