Gandhinagar : GAS કેડરનાં 4 અધિકારીની બદલીનાં આદેશ, જુઓ લિસ્ટ
- ગૌણ સેવા પસંદગી મંડળનાં અધિકારીઓની બદલી કરાઈ (Gandhinagar)
- એમ.ડી. ચુડાસમાને વલસાડ RAC તરીકે બદલી કરાઈ
- વી.કે. જોશીની ડાંગ RAC તરીકે બદલી કરાઈ
- એન.આર. શર્માની ગાંધીનગર RAC તરીકે બદલી
- કે.જી. વાઘેલાને ડાયરેક્ટર DRDA દાહોદ તરીકે બદલી કરાઈ
Gandhinagar : ગૌણ સેવા પસંદગી મંડળમાં અધિકારીઓની બદલીને લઈ મોટા સમાચાર આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા GAS કેડરનાં 4 અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા છે. વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરી માહિતી આપવામાં આવી છે. ગુજરાત વહીવટી સેવામાં ફરજ બજાવતા સિનિયર સ્કેલના 4 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
આ પણ વાંચો -Gandhinagar : ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં બઢતી સાથે બદલીનાં આદેશ, જુઓ લિસ્ટ
ગૌણ સેવા પસંદગી મંડળનાં અધિકારીઓની બદલી કરાઈ
પ્રાપ્ત મહિતી અનુસાર, સામાન્ય વહીવટી વિભાગ (General Administration Department) દ્વારા નોટિફિકેશન જાહેર કરી માહિતી અપાઈ છે, જે મુજબ ગૌણ સેવા પસંદગી મંડળમાં (GSSSB) GAS કેડરનાં 4 અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા છે. એમ.ડી. ચુડાસમાની વલસાડ RAC તરીકે બદલી કરાઈ છે. જ્યારે વી. કે. જોશીની ડાંગ RAC તરીકે જવાબદારી સોંપાઈ છે. ઉપરાંત, એન.આર. શર્માની ગાંધીનગર (Gandhinagar) RAC તરીકે બદલી કરાઈ છે.
આ પણ વાંચો -Dahod MNREGA Scam : મંત્રી બચુ ખાબડના પુત્રોને કોર્ટથી મળી રાહત, છતાં મુશ્કેલીમાં વધારો
કે.જી. વાઘેલાને ડાયરેક્ટર DRDA દાહોદ તરીકે બદલી કરાઈ
સામાન્ય વહીવટી વિભાગ દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ, કે.જી. વાઘેલાને ડાયરેક્ટર DRDA દાહોદ તરીકે બદલી કરાઈ છે. કે.જી. વાઘેલા વડોદરાનાં લેન્ડ રેકોર્ડ્સનાં નાયબ નિયામક, જીએએસ (સિનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવે છે. જ્યારે એમ.ડી. ચુડાસમા ગાંધીનગરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) નાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.
આ પણ વાંચો -Gandhinagar : GPSCએ નાયબ ખેતી નિયામકની પરીક્ષા રદ કરી, બંને પરીક્ષા આ તારીખે યોજાશે