Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gandhinagar: વિકાસ સહાયની નિવૃત્તિ બાદ કોણ સંભાળશે ગુજરાત પોલીસની કમાન?

Gandhinagar: ગુજરાતના DGP વિકાસ સહાય (Vikas Sahay) 31 ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. રાજ્ય સરકાર નવા પોલીસ વડા માટે ડૉ. કે.એલ.એન. રાવ, જી.એસ. મલિક અને ડૉ. નિરજા ગોટરૂના નામોની પેનલ કેન્દ્રમાં મોકલશે. CID ક્રાઇમના વડા ડૉ. રાવ સૌથી મજબૂત દાવેદાર મનાય છે. કેન્દ્રની મંજૂરી બાદ આગામી સપ્તાહે નવા DGPના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
gandhinagar  વિકાસ સહાયની નિવૃત્તિ બાદ કોણ સંભાળશે ગુજરાત પોલીસની કમાન
Advertisement
  • Gandhinagar:  નવા DGPને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે
  • વર્તમાન DGP વિકાસ સહાય (Vikas Sahay) 31 ડિસેમ્બરે થશે નિવૃત્ત
  • CID ક્રાઇમના વડા ડૉ.કે.એલ.એન. રાવ DGP બનવાના મુખ્ય દાવેદાર
  • અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ DGP બનવાની રેસમાં

Gandhinagar:ગુજરાત રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. વર્તમાન ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાય (Vikas Sahay) આગામી 31 ડિસેમ્બરના રોજ વયનિવૃત્ત થઈ રહ્યા છે, ત્યારે રાજ્યના નવા DGP કોણ બનશે, તેને લઈને સચિવાલય અને પોલીસ આલમમાં ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવા DGPની પસંદગી માટે સિનિયર IPS અધિકારીઓની એક પેનલ તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

Gandhinagar:  કેન્દ્રમાં મોકલાશે નામોની યાદી

નિયમ મુજબ રાજ્ય સરકાર પાત્રતા ધરાવતા સિનિયર IPS અધિકારીઓના નામની પેનલ તૈયાર કરી કેન્દ્ર સરકાર (UPSC) ને મોકલશે. કેન્દ્રમાંથી આ નામો પર મહોર લાગ્યા બાદ રાજ્ય સરકાર સત્તાવાર રીતે નવા DGPના નામની જાહેરાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયા આગામી સપ્તાહ સુધીમાં પૂર્ણ થઈ શકે છે.  DGP ના પદ માટે ત્રણ ઉચ્ચ અધિકારીઓના નામ ચર્ચામાં છે.

Advertisement

Advertisement

મુખ્ય દાવેદારો વિશે જાણો

1. ડૉ. કે.એલ.એન. રાવ (1993 બેચ, IPS): હાલમાં CID ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવતા ડૉ. કે.એલ.એન. રાવ (Dr. K.L.N. Rao) DGP પદ માટેના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. 1993 બેચના આ અધિકારી ઓક્ટોબર 2027માં નિવૃત્ત થવાના છે. તેમની પાસે લાંબો અનુભવ અને ક્લીન ઈમેજ હોવાથી તેઓ સરકારની પ્રથમ પસંદગી બની શકે છે.

2. જી.એસ. મલિક (1994 બેચ, IPS): અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) નું નામ પણ આ રેસમાં ખૂબ જ ચર્ચામાં છે. 1994 બેચના અધિકારી જી.એસ. મલિક નવેમ્બર 2028માં નિવૃત્ત થશે. અમદાવાદ જેવા સંવેદનશીલ શહેરનો કાર્યભાર સંભાળવાનો તેમનો અનુભવ તેમને આ પદ માટે મજબૂત ઉમેદવાર બનાવે છે.

3. ડૉ. નિરજા ગોટરૂ (1993 બેચ, IPS): ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યરત ડૉ. નિરજા ગોટરૂ (Dr. Neerja Gotaru) નું નામ પણ પેનલમાં સામેલ કરવામાં આવ્યું છે. 1993 બેચના આ અધિકારી નવેમ્બર 2029માં નિવૃત્ત થશે. વહીવટી કુશળતા અને શિસ્તબદ્ધ કાર્યશૈલી માટે જાણીતા નિરજા ગોટરૂ પણ DGP પદની રેસમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

વિકાસ સહાય (Vikas Sahay)  ની નિવૃત્તિ અને આગળની પ્રક્રિયા

વર્તમાન DGP વિકાસ સહાય (Vikas Sahay) નો કાર્યકાળ 31 ડિસેમ્બરે પૂર્ણ થતો હોવાથી, રાજ્ય સરકાર ઈચ્છે છે કે નવા વડાની નિમણૂક સમયસર થઈ જાય જેથી વહીવટી શૂન્યાવકાશ ન સર્જાય. આગામી સપ્તાહમાં દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ ગુજરાતને નવા પોલીસ વડા મળશે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અનુભવને પ્રાધાન્ય આપે છે કે પછી લાંબા કાર્યકાળને ધ્યાનમાં રાખીને કોઈ અન્ય ચોંકાવનારું નામ સામે આવે છે.

આ પણ વાંચોઃ Surat: 'હું તો કહું છું હેલ્મેટ ન પહેરે તો ફૂલો જ આપો', જાણો નાયબ મુખ્યમંત્રીએ આવું કેમ કહ્યું?

Tags :
Advertisement

.

×