Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Narendra Modi in Surat : મોદીજીના હસ્તે દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય

આગામી 5 જૂને પીએમ મોદી દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડમાં ₹1063 કરોડથી વધુના 8 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. દહેજ અને સરીગામના આ ઐતિહાસિક ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવાં જ શિખરો સર કરશે. 
pm narendra modi in surat   મોદીજીના હસ્તે દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય
Advertisement

PM Narendra Modi in Surat : આગામી 5 જૂને પીએમ મોદી દક્ષિણ ગુજરાતના ભરૂચ અને વલસાડમાં ₹1063 કરોડથી વધુના 8 GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. દહેજ અને સરીગામના આ ઐતિહાસિક ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે નવાં જ શિખરો સર કરશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની વિકાસ અને લોકકલ્યાણ માટેની દીર્ઘદ્રષ્ટિ (Visionary Leadership) હંમેશા દેશ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરણારૂપ રહી છે. તેમના સક્ષમ નેતૃત્વ અને સુદ્રઢ આયોજન (Strategic Planning) હેઠળ ગુજરાત ઔદ્યોગિક વિકાસમાં સતત અગ્રેસર રહ્યું છે. આ જ વિકાસયાત્રાને વધુ વેગ આપવા અને પર્યાવરણનું સંતુલન જાળવીને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવા, વડાપ્રધાનશ્રી દક્ષિણ ગુજરાતને હજારો કરોડના માળખાકીય પ્રોજેક્ટ્સની ભેટ આપવા જઈ રહ્યા છે.

Advertisement

આગામી 5 જૂન, 2026 ના રોજ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ સુરત ખાતેથી કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹18,777 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ (Foundation Stone Laying and Inauguration) કરશે. દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક માળખાને વધુ મજબૂત કરવા માટે આ અંતર્ગત GIDC (Gujarat Industrial Development Corporation) ના ₹1063.43 કરોડના ખર્ચે તૈયાર થયેલા 8 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકવામાં આવશે.

Advertisement

PM Narendra Modi in Surat : ભરૂચ જિલ્લા માટે ₹894 કરોડથી વધુની ઐતિહાસિક ભેટ

ભારતના કેમિકલ અને પેટ્રોકેમિકલ હબ (Chemical and Petrochemical Hub) તરીકે પ્રસ્થાપિત થયેલા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતા વધારવા માટે વડાપ્રધાનશ્રી 6 વિવિધ GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે:

  • દહેજ PCPIR એફ્લુઅન્ટ પાઇપલાઇન: ₹474.61 કરોડના ખર્ચે 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇન (Offshore and Onshore Effluent Disposal Pipeline) નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટથી પ્રદૂષિત પાણીના અસરકારક નિકાલ અને વ્યવસ્થાપન (Effluent Management) ને મજબૂતી મળશે.

  • જંબુસર બલ્ક ડ્રગ પાર્ક: ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વેગ આપવા માટે ₹274.96 કરોડના ખર્ચે રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક (Storm Water Drainage Network) અને સેન્ટ્રલ ડ્રેન (Central Drain) જેવી આંતરમાળખાકીય સુવિધાઓ (Infrastructure Facilities) વિકસાવવામાં આવી છે.

  • દહેજ-2 ઔદ્યોગિક વસાહત: ઔદ્યોગિક ડ્રેનેજ વ્યવસ્થાપન (Industrial Drainage Management) ને વધુ કાર્યક્ષમ બનાવવા 30 MLD ક્ષમતાનું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન શરૂ કરવામાં આવશે.

  • પાનોલી વિસ્તરણ: આ ઔદ્યોગિક વસાહતમાં ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ (Flexible Road Pavement), પાણી પુરવઠા નેટવર્ક (Water Supply Network), પેવર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધાઓનો વિકાસ કરાયો છે.

  • અંકલેશ્વર બૂસ્ટર સ્ટેશન: એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન પાઇપલાઇન (Effluent Transmission Pipeline) પર ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ થયું છે, જે પર્યાવરણીય ધોરણોનું પાલન સુનિશ્ચિત કરશે.

  • દહેજ-1 અપગ્રેડેશન: પાણી ભરાવાના જોખમો ઘટાડવા અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુધારવા માટે નેચરલ ડ્રેઇન-2 (Natural Drain-2) નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

PM Narendra Modi in Surat : વલસાડમાં પર્યાવરણ અને ઉદ્યોગનો સમન્વય 

વલસાડ જિલ્લાના સરીગામ ખાતે પણ વડાપ્રધાનશ્રીના હસ્તે બે અત્યંત મહત્વના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થશે:

  • CETP ક્ષમતામાં વધારો: સરીગામ સ્થિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (Common Effluent Treatment Plant) ની શુદ્ધિકરણ ક્ષમતા 15 MLD થી વધારીને 25 MLD કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ ધોરણોના પાલન (Compliance of Environmental Standards) માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

  • આઉટફૉલ પાઇપલાઇન: સરીગામ ઔદ્યોગિક વસાહતથી ઊંડા સમુદ્રમાં સુરક્ષિત નિકાલ માટે HDPE ઑનશોર અને ઑફશોર આઉટફૉલ પાઇપલાઇન (Onshore and Offshore Outfall Pipeline) નું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભવિષ્યલક્ષી આયોજનનું ઉત્તમ ઉદાહરણ

પીએમ મોદીજીનું આયોજનબદ્ધ માળખું અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ઔદ્યોગિક પ્રગતિ સાધવાની તેમની નીતિ ખરા અર્થમાં પ્રશંસનીય છે.

માત્ર ઉદ્યોગો સ્થાપવા જ નહીં, પરંતુ તેમાંથી ઉત્પન્ન થતા પ્રદૂષિત પાણીના વૈજ્ઞાનિક ઢબે નિકાલ (Scientific Disposal) માટે આટલા મોટા પાયે થઈ રહેલા પ્રોજેક્ટ્સ તેમની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (Sustainable Development) અને લોકકલ્યાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ અદ્યતન પ્રોજેક્ટ્સ થકી દક્ષિણ ગુજરાત માત્ર દેશમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે એક આદર્શ ઔદ્યોગિક હબ (Ideal Industrial Hub) તરીકે પ્રસ્થાપિત થશે.

આ પણ વાંચો : Gyan Sahayak Recruitment: પ્રાથમિક શાળાઓમાં ભરતીના નિયમોમાં કરાયા મહત્વના સુધારા

Tags :
Advertisement

.

×