Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gift City ચેરમેન ઉદયભાઇ કોટક અને DyCM હર્ષભાઇ સંઘવી વચ્ચે મુલાકાત

Gift City ચેરમેન ઉદયભાઇ કોટક (Uday Bhai Kotak) અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Dy CM Of Gujarat - Harsh Bhai Sanghavi) વચ્ચે સૌજન્ય મુલાકાત મળી છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા ગિફ્ટ સિટીના ચેરમેન ઉદયભાઇ કોટકને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બંને દિગ્ગજો વચ્ચેની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી છે.
gift city ચેરમેન ઉદયભાઇ કોટક અને dycm હર્ષભાઇ સંઘવી વચ્ચે મુલાકાત
Advertisement
  • Gift City ના ચેરમેન અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી વચ્ચે સૌજન્ય મુલાકાત
  • હર્ષભાઇ સંઘવીએ ઉદયભાઇ કોટકને શુભેચ્છાઓ પાઠવી
  • ગિફ્ટ સિટી નવી ઊંચાઇઓ આંબે તેવી આશા વ્યક્ત કરવામાં આવી

Gift City : તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આંતરરાષ્ટ્રીય કક્ષાના મહત્વકાંક્ષી ફિનટેક પ્રોજેક્ટ ગિફ્ટ સિટી (Gujarat International Finance Tec-City) પ્રોજેક્ટના ચેરમેન (Gift City - Chairman) પદે, દેશના બેંન્કિંગ ક્ષેત્રના દિગ્ગજ અને કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદયભાઇ કોટકની (Kotak Mahindra Bank Founder - Uday Bhai Kotak) નિમણુંક કરવામાં આવી છે. તે બાદ આજે ઉદયભાઇ કોટક (Gift City Chairman - Uday Bhai Kotak) અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Dy CM Of Gujarat - Harsh Bhai Sanghavi) વચ્ચે સૌજન્ય મુલાકાત મળી છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા ગિફ્ટ સિટીના ચેરમેન ઉદયભાઇ કોટકને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. બંને દિગ્ગજો વચ્ચેની મુલાકાતની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -------- Junagadh માં હોળીની અનોખી પરંપરા: 'વાલમ બાપા'ની નનામી કાઢી આપ્યો વ્યસનમુક્તિનો સંદેશ

Advertisement

Gift City, સૌજન્ય મુલાકાત થઇ

ફેબ્રુઆરી - 2026 ના મધ્યમાં ગુજરાત સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે, કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદયભાઇ કોટકની નિમણુંક કરવામાં આવી હતી. આ નિર્ણયને ગેમ ચેન્જર તરીકે ગણવામાં આવે છે. આજરોજ રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Dy CM Of Gujarat - Harsh Bhai Sanghavi) અને ગિફ્ટ સિટીના ચેરમેન ઉદયભાઇ કોટક વચ્ચે સૌજન્ય મુલાકાત થઇ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા ઉદયભાઇ કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન બનવા અંગે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ તેઓ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબને નવી ઊંચાઇઓ પર લઇ જાય તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે, તથા ગિફ્ટ સિટી વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અનુભવી વ્યક્તિની પસંદગી ખૂબ જ મહત્ત્વની

આ સૌજન્ય મુલાકાતની તસ્વીરોને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, અત્રે નોંધનીય છે કે, ગિફ્ટ સિટીને વૈશ્વિક ફાયનાન્સ હબ બનાવવાના લક્ષ્ય સાથે ઉદય કોટક જેવા અનુભવી વ્યક્તિની પસંદગી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. તેમની નિમણૂકથી ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ અને બૅન્કિંગ ક્ષેત્રે નવી ગતિ મળવાની અપેક્ષા છે. આ અગાઉ ગિફ્ટ સિટીનું ચેરમેન પદ ડો. જિતેન્દ્ર અઢીયા (રિટાયર્ડ આઇએએસ) અધિકારી પાસે હતું, તેઓ જૂન 2023 થી આ જવાબદારી સંભાળી રહ્યા હતા.

આ પણ વાંચો ------- Holika Dahan : રાગ-દ્વેષ ભૂલી હળીમળીને ઊજવવાનો આ પર્વ છે : CM ભૂપેન્દ્રભાઈ પટેલ

Tags :
Advertisement

.

×