Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

માર્ચ 2026 સુધીમાં 111 અબજ ડોલરની એસેટ્સ, ગિફ્ટ સિટીએ રચ્યો નવો ઈતિહાસ

GIFT City Vietnam MOU: ગુજરાતની ગિફ્ટ સિટીએ વિયેતનામના નવા આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સેન્ટર (VIFC-DN) સાથે નાણાંકીય સેવાઓ અને ફિનટેક ક્ષેત્રે જ્ઞાનની આપ-લે માટે એમઓયુ કર્યા છે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે ટાટા કમ્યુનિકેશન્સ અને સેપ્ટ યુનિવર્સિટી સાથે પણ વ્યૂહાત્મક કરારો કરવામાં આવ્યા છે.
માર્ચ 2026 સુધીમાં 111 અબજ ડોલરની એસેટ્સ  ગિફ્ટ સિટીએ રચ્યો નવો ઈતિહાસ
Advertisement

GIFT City Vietnam MOU: ભારતના એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) એ વૈશ્વિક સ્તરે વધુ એક મોટી સિદ્ધિ હાસિલ કરી છે. વિયેતનામ (Vietnam) માં નવા સ્થાપિત થઈ રહેલા વિયેતનામ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર - દા નાંગ (VIFC-DN) સાથે ગિફ્ટ સિટીએ મહત્વપૂર્ણ એમઓયુ (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. વિયેતનામ જ્યારે પોતાનું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સેન્ટર વિકસાવી રહ્યું છે, ત્યારે ગિફ્ટ સિટી તેને શૂન્યમાંથી વૈશ્વિક સ્તરનું હબ બનવા સુધીના પોતાના સંસ્થાકીય જ્ઞાન અને શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ શેર કરશે.

Tags :
Advertisement

.

×