Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Global Silk City : 16 મી સદીનું સમૃદ્ધ બંદર આજે વિશ્વનું ‘સિલ્ક સિટી’

16 મી સદીના સમૃદ્ધ બંદરથી 21 મી સદીના 'સિલ્ક સિટી' Silk City સુધી: જાણો સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગની વૈશ્વિક સફળતાની ગાથા. વાર્ષિક રૂ. ૧.૫ લાખ કરોડનું ટર્નઓવર અને VGRC 2026 દ્વારા ખુલનારા રોકાણના નવા દ્વાર
global silk city   16 મી સદીનું સમૃદ્ધ બંદર આજે વિશ્વનું ‘સિલ્ક સિટી’
Advertisement
  • Global Silk City : 16 મી સદીના સમૃદ્ધ બંદરથી 21 મી સદીના 'સિલ્ક સિટી' Silk City સુધી: જાણો સુરત-surat ના ટેક્સટાઈલ ઉદ્યોગની વૈશ્વિક સફળતાની ગાથા. વાર્ષિક રૂ 1.5 લાખ કરોડનું ટર્નઓવર અને VGRC 2026 દ્વારા ખુલનારા રોકાણના નવા દ્વાર

Global Silk City : જે શહેરની હવામાં સાહસ અને માટીમાં વ્યાપાર છે, તેવું સૂર્યપુત્રી તાપીના કિનારે વસેલું સુરત આજે ફરી એકવાર વૈશ્વિક ફલક પર પોતાનું કૌશલ્ય બતાવવા સજ્જ છે. આગામી ૧લી અને ૨જી મે ૨૦૨૬ દરમિયાન સુરતની ઑરો યુનિવર્સિટી ખાતે યોજાનાર ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)’ માત્ર એક સંમેલન નહીં, પણ સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ‘ગેમ-ચેન્જર’ સાબિત થવા જઈ રહી છે.

Global Silk City : ઐતિહાસિક વિરાસત અને આધુનિક ઉડાન

૧૬મી સદીમાં જે સુરત વિશ્વના નકશા પર એક અગ્રણી બંદર અને વેપારી મથક તરીકે અંકિત હતું, તેણે ૨૧મી સદીમાં 'સિલ્ક સિટી' તરીકે નવો અવતાર ધારણ કર્યો છે. મુઘલ કાળથી આરબ અને યુરોપના દેશોમાં રેશમી કાપડની નિકાસ કરનાર સુરતે આજે મેન-મેડ ફાઇબર (MMF) એટલે કે આર્ટ-સિલ્કમાં વિશ્વસ્તરીય મહારત હાંસલ કરી છે. ભારતનું ૯૦ ટકા આર્ટિફિશિયલ સિલ્ક એકલું સુરત ઉત્પાદિત કરે છે, જે તેની વ્યાપારી કુશળતાનો જીવંત પુરાવો છે.

Advertisement

Global Silk City : ટેક્સટાઈલ ઉદ્યોગ: ગુજરાતના ગ્રોથનું પાવરહાઉસ

સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ આજે રાજ્યના GDPમાં ૨૫ ટકાથી વધુનો હિસ્સો ધરાવે છે. આ આંકડાઓ જ તેની પ્રચંડ ક્ષમતાની ગવાહી આપે છે:

Advertisement

  • ટર્નઓવર: વાર્ષિક રૂ. 1.5 લાખ કરોડનું વિશાળ ટર્નઓવર.

  • ઉત્પાદન ક્ષમતા: દરરોજ 6 કરોડ મીટર કાપડનું ઉત્પાદન, જે પૃથ્વીના બે ચક્કર લગાવી શકે તેટલું વિશાળ છે.

  • રોજગારી: અંદાજે 18 થી 20 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ આજીવિકા.

  • નેટવર્ક: 240 ભવ્ય માર્કેટ્સ અને 70 હજારથી વધુ વેપારીઓનું સશક્ત માળખું.

વૈશ્વિક બજારમાં સુરતી કાપડનો દબદબો

સુરતનું નીટેડ ફેબ્રિક અને ટેકનિકલ ટેક્સટાઈલ્સ આજે અમેરિકા, ઈઝરાયેલ અને ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશોની પહેલી પસંદ બન્યા છે. ઓલિમ્પિક અને IPL જેવી વૈશ્વિક રમતગમત સ્પર્ધાઓમાં સુરતમાં બનેલી સ્પોર્ટ્સ જર્સીની ભારે માંગ રહે છે. આ ઉદ્યોગ હવે માત્ર સાડીઓ પૂરતો સીમિત નથી, પણ હાઈ-એન્ડ ફેશન ગારમેન્ટ્સનું વૈશ્વિક કેન્દ્ર બની રહ્યો છે.

સરકારનું પ્રોત્સાહન અને ‘ટેક્સટાઈલ પોલિસી 2024’

રાજ્ય સરકારના માસ્ટરપ્લાન અને પોલિસી સપોર્ટને કારણે સુરતનો ઉદ્યોગ વધુ આધુનિક બન્યો છે.

  • સબસિડી: ટેક્સટાઈલ પોલિસી-2019 હેઠળ અત્યાર સુધીમાં રૂ. 2685.72 કરોડની સબસિડી ચૂકવવામાં આવી છે.

  • નવી પોલિસી: ૨૦૨૪ની નવી પોલિસી હેઠળ 10 થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી અને છેવાડાના ગામડાઓ સુધી રોજગારી પહોંચાડવાનું લક્ષ્ય છે.

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચર: નવસારીનો પીએમ મિત્ર પાર્ક, બુલેટ ટ્રેન અને કોસ્ટલ રોડ જેવા પ્રોજેક્ટ્સ સુરતને ગ્લોબલ હબ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ભવિષ્યના રોકાણ માટેનું શ્રેષ્ઠ ગંતવ્ય

આગામી ‘રિઝનલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ’ દ્વારા સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં મોટા પાયે વિદેશી રોકાણ (FDI) આકર્ષાવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથેનું સીધું નેટવર્કિંગ સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધામાં વધુ મજબૂત બનાવશે. આમ, ૧૬મી સદીની સમૃદ્ધિ અને ૨૧મી સદીની ટેકનોલોજીનો સંગમ સુરતને વિશ્વના સૌથી શક્તિશાળી ટેક્સટાઈલ સેન્ટર તરીકે પ્રસ્થાપિત કરશે.

આ પણ વાંચો VGRC 2026 : સુરતમાં ઔદ્યોગિક ક્રાંતિનો થશે શંખનાદ

Tags :
Advertisement

.

×