Gujarat ના વન્યજીવ પ્રેમીઓ માટે ખુશખબર, રાજ્યને મળ્યો Tiger સ્ટેટનો દરજ્જો
- NTCAએ ગુજરાતને આપ્યો Tiger સ્ટેટનો દરજ્જો
- 33 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત બન્યું ટાઈગર સ્ટેટ
- છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ
Gujarat ના વન્યજીવ પ્રેમીઓ માટે મોટી ખુશખબર છે. જેમાં NTCAએ ગુજરાતને Tiger સ્ટેટનો દરજ્જો આપ્યો છે. તેમાં 33 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત ટાઈગર સ્ટેટ બન્યુ છે. છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં કેદ થયો છે. વનવિભાગ દ્વારા માદા વાઘની પણ માગ કરવામાં આવી છે. તેમજ વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થાની તૈયારી છે. વાઘ, સિંહ અને દીપડો હોય તેવુ ગુજરાત એકમાત્ર સ્ટેટ છે.
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રધિકરણને ગુજરાત સરકારે પત્ર લખ્યો
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રધિકરણને ગુજરાત સરકારે પત્ર લખ્યો છે. NTCAએ જણાવ્યું છે કે ગુજરાતના જંગલ વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે. NTCAની ટીમે ગુજરાતના રતનમહાલની મુલાકાત કરી હતી. રતનમહાલને ટાઈગર રિઝર્વ બનાવવાની પ્રક્રિયા ઝડપી કરાશે.
ગુજરાતમાં વાઘ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જૂન મોઢવાડિયાનું નિવેદન
રતનમહાલના જગલમાં એક વાઘ સ્થાય થયો છેઃ અર્જુનભાઈ મોઢવાડિયા
"નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટીમ ગુજરાત આવી છે"
વાઘ માટે ઘર બની શકે તેવી બાબતો અભ્યાસ સમિતિએ ટાંચી છે
એક અભ્યાસ સમિતિએ રતનમહાલમાં તપાસ કરી છેઃ… pic.twitter.com/D1BZgO4d1N— Gujarat First (@GujaratFirst) December 26, 2025
જેમાં રતનમહાલમાં ઈકો ટુરિઝમ અને સંરક્ષણની પ્રવૃત્તિને વેગ મળશે. ત્યારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી એટલે કે NTCA દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે, જેને કારણે રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
છેલ્લા 10 મહિનાથી ગુજરાતમાં એક Tiger સ્થાયી
છેલ્લા 10 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય સહિત આસપાસના વિસ્તારોમાં જોવા મળ્યો છે. વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને વાઘની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાત સરકારે વાઘની વસ્તી વધારવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો પરિવાર વસાવી શકાય. સરકારનું માનવું છે કે અનુકૂળ પર્યાવરણ અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વાઘના કુટુંબ માટે ગુજરાત સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે મોટી ખુશખબર
NTCAએ ગુજરાતને આપ્યો ટાઈગર સ્ટેટનો દરજ્જો
33 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત બન્યું ટાઈગર સ્ટેટ
છેલ્લા 10 મહિનાથી એક વાઘ કેમેરામાં થયો છે કેદ
વનવિભાગ દ્વારા માદા વાઘની પણ કરવામાં આવી છે માગ
વાઘના પરિવારના વસવાટ માટે તમામ વ્યવસ્થાની તૈયારી
વાઘ,… pic.twitter.com/M9qgwbycav— Gujarat First (@GujaratFirst) December 26, 2025
પરિસ્થિતિને Tiger માટે અનુકૂળ ગણાવી
વાઘ માટે રહેઠાણ, શિકાર માટે પૂરતું આહાર, પાણીની વ્યવસ્થા અને સુરક્ષા માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સિંહ, દીપડા અને વાઘ એમ ત્રણેય મોટા બિલાડી પ્રજાતિ ધરાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે. આ સંદર્ભે ગુજરાત સરકારે NTCAને પત્ર લખી રાજ્યમાં વાઘ સંરક્ષણ અને વસવાટ માટેની તૈયારી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ NTCAની ટીમે ગુજરાતની મુલાકાત લઈ રતનમહાલ અભયારણ્યનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યાંની પરિસ્થિતિને વાઘ માટે અનુકૂળ ગણાવી હતી.
આ પણ વાંચો: Business: વ્યાજમુક્ત, ગેરંટી વગર... સરકાર આપી રહી છે રૂ.5 લાખ સુધીની લોન


