Government Job : આનંદો! નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા ભરવા મંજૂરી
- રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર વર્ગ-3 ની જગ્યા ભરવા મંજૂરી (Government Job)
- નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા માટે મંજૂરી આપવામાં આવી
- તમામ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર વર્ગ-3 માટે 5186 જગ્યાની મંજૂરી
- નિમણૂંક કરતા પહેલા મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો પડશે
Government Job : નાયબ મામલતદાર ભરતી ઉમેદવારો માટે ખુશીનાં સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નાયબ મામલતદાર વર્ગ-3 (Nayab Mamlatdar Class-3) ની જગ્યા ભરવા મંજૂરી અપાઈ છે. નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા માટે આ મંજૂરી કરવામાં આવી છે. 5186 જગ્યા કલેક્ટર કચેરીમાં, જ્યારે 173 જગ્યા પ્રતિનિયુક્તિથી ભરાશે. જો કે, કોઈ પણ નિમણૂક કરતા કે રદ કરતા પહેલા મહેસૂલ વિભાગ (Revenue Department) સાથે પરામર્શ કરવો પડશે તેવી માહિતી છે.
આ પણ વાંચો- Gandhinagar : TAT 1 ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે રાહતનાં સમાચાર!
Government Job : નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા માટે મંજૂરી
રાજ્યમાં નાયબ મામલતદાર ભરતીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે નાયબ મામલતદાર વર્ગ-3 ની કુલ 5502 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણય અંગે મહેસૂલ વિભાગે તાજેતરમાં એક પરિપત્ર જારી કરીને તમામ જિલ્લા કલેક્ટરોને જાણકારી આપી છે. આ જગ્યાઓ ભરવા માટે કેટલીક શરતો અને પ્રક્રિયાઓ નિર્ધારિત કરવામાં આવી છે. આ 5502 જગ્યાઓમાંથી 5186 જગ્યાઓ કલેક્ટર કચેરીઓમાં ભરવામાં આવશે, જ્યારે 173 જગ્યાઓ પ્રતિનિયુક્તિ (ડેપ્યુટેશન) દ્વારા ભરાશે.
આ પણ વાંચો- Ahmedabad: કુબેરનગરમાં પતિ બન્યો હેવાન, આઝાદ મેદાન પાસે પત્ની-સાસુને જીવતી સળગાવી
જગ્યાઓ ભરવા અથવા રદ કરવા માટે મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત
ઉપરાંત, 27 જગ્યાઓ કલેક્ટર કચેરી દ્વારા સીધી ભરતી દ્વારા અને 116 જગ્યાઓ ડેપ્યુટેશન રિઝર્વ (Deputation Reserve) તરીકે ભરવામાં આવશે. મહેસૂલ વિભાગે (Revenue Department) સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ જગ્યાઓ ભરવા અથવા રદ કરવા માટે મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કરવો ફરજિયાત છે. તાકીદની કે અસાધારણ સ્થિતિમાં પણ, મહેસૂલ વિભાગની પૂર્વ મંજૂરી વિના કોઈ ભરતી પ્રક્રિયા હાથ ધરી શકાશે નહીં. આ નિર્ણયનો હેતું ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે. આ પરિપત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને આ નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું છે, જેથી નાયબ મામલતદાર વર્ગ-3 ની ભરતી પ્રક્રિયા નિયમાનુસાર અને સરળતાથી પૂર્ણ થઈ શકે.
આ પણ વાંચો- Surat: ડુમસના ગરબા ગ્રાઉન્ડમાંથી પકડાયો નકલી PSI