Government Job : ઉમેદવારો ધ્યાન આપો..! મહેસૂલી તલાટીની ભરતી અંગે આવ્યા અગત્યનાં સમાચાર
- મહેસૂલી તલાટીની ભરતી અંગે આવ્યા મહત્ત્વનાં સમાચાર (Government Job)
- મહેસૂલી તલાટીની 2389 જગ્યા પર ભરતી કરાશે
- ગૌણ સેવા પસંદગી મંડળે ભરતી અંગેની જાહેરાત કરી
- ઉમેદવારો 26 મેથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે
Government Job : મહેસૂલ તલાટીની ભરતીને (Revenue Talati Recruitment) લઈ અગત્યનાં સમાચાર સામે આવ્યા છે. મહેસૂલી તલાટીની 2389 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ (Subordinate Services Selection Board) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે 26 મેથી ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ અંગેની વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in અથવા https://gsssb.gujarat.gov.in ની વિઝિટ કરી શકે છે.
આ પણ વાંચો - Porbandar : હિરલબા જાડેજા ફરી જેલ હવાલે, કોર્ટે વધુ રિમાન્ડ નામંજૂર કર્યા
હેસૂલી તલાટીની 2389 જગ્યા પર ભરતી કરાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (Gandhinagar) દ્વારા મહેસૂલ વિભાગના (Gujarat Revenue Department) નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની 'મહેસૂલ તલાટી', વર્ગ-3 સંવર્ગની કુલ-2389 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ojas વેબસાઇટ મારફત ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર 26/05/2025 (બપોરનાં 14-00 કલાક) થી 10/06/2025 દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર મૂકવામાં આવશે. તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતાં (Government Job) રહેવું.
આ પણ વાંચો - Gandhinagar: 'પોષણ સંગમ કાર્યક્રમનો’ રાજ્યવ્યાપી શુભારંભ, યોગ્ય સારવાર થકી સુપોષિત બનશે ગુજરાત: ભાનુબેન બાબરીયા