Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar : કેન્સર સામે જંગ, પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ ! પ્રાકૃતિક ખેતી તરફ વળવા CM અને રાજ્યપાલનો અનુરોધ

Natural farming seminar in Gandhinagar Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat)ની ઉપસ્થિતિમાં એક ઐતિહાસિક 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' (Natural Farming Seminar) યોજાયો હતો.
gandhinagar   કેન્સર સામે જંગ  પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ   પ્રાકૃતિક ખેતી તરફ વળવા cm અને રાજ્યપાલનો અનુરોધ
Advertisement
  • ગાંધીનગર વિધાનસભા Gujarat Legislative Assembly) ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) ના હસ્તે પ્રદર્શન ખુલ્લું મુકાયું
  • સંવાદમાં CM, DyCM, મંત્રીઓ અને ધારાસભ્યો જોડાયા
  • પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ લાવવા સંવાદનું આયોજન
  • ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતા થાય તે જરૂરી: શંકર ચૌધરી

Natural farming seminar in Gandhinagar Assembly : ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvrat)ની ઉપસ્થિતિમાં એક ઐતિહાસિક 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' (Natural Farming Seminar) યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રાકૃતિક ખેતીના પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendra Patel),  DyCM હર્ષભાઈ સંઘવી ,વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી (Shankarbhai Chaudhary) સહિત મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો :  Junagadh Jail Mobile Seized : જૂનાગઢ જેલમાંથી 3 મોબાઈલ ઝડપાયા, કેદીએ જેલ સ્ટાફ સાથે કરી માથાકૂટ

Advertisement

જમીન બંજર થઈ રહી છે અને કેન્સર વધી રહ્યું છે: રાજ્યપાલ

પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જમીનમાં કાર્બનનું (Soil Carbon) પ્રમાણ 0.5% થી પણ નીચે જતું રહ્યું છે. જો આ પ્રમાણ શૂન્ય પર પહોંચશે તો જમીન સંપૂર્ણપણે બંજર (Barren Land) થઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, "આપણે જે ખાઈ રહ્યા છીએ તે ઝેર (Toxins) સમાન છે. રાસાયણિક ખેતીને કારણે પશુઓમાં હાર્ટ એટેક અને બાળકોમાં કેન્સર (Cancer) જેવા રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ પ્રાકૃતિક ખેતી (Organic/Natural Farming) છે."

'બેક ટુ બેઝિક' જવાનો સમય પાકી ગયો છે: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'પહેલું સુખ તે જાતે નર્યા'ની કહેવત ટાંકીને જણાવ્યું હતું કે, આપણે હવે 'બેક ટુ બેઝિક' (Back to Basics) અભિગમ અપનાવવો જ પડશે. પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, પરંતુ પ્રકૃતિના જતનનો એક માર્ગ છે. લોકોના સ્વાસ્થ્ય માટે અને આવનારી પેઢી માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો જ શ્રેષ્ઠ વિકલ્પ છે.

ધારાસભ્યો જનજાગૃતિ લાવે: શંકરભાઈ ચૌધરી

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાર મૂક્યો હતો કે, જેમ વિશ્વએ યોગને (Yoga) સ્વીકાર્યો છે તેમ પ્રાકૃતિક ખેતીને પણ સ્વીકારવી પડશે. તેમણે તમામ ધારાસભ્યોને પોતપોતાના મતવિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર (Awareness Campaign) કરવા અનુરોધ કર્યો હતો જેથી માનવજાતને લુપ્ત થતી બચાવી શકાય.

આ પણ વાંચો:  Surat: ગજેરા બંધુઓને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, 1980 કરોડની છેતરપિંડી કેસમાં ધરપકડ પર રોક

Tags :
Advertisement

.

×