GPSC Exam Postponed: 1 ઓગસ્ટની પરીક્ષા મોકૂફ: નવી તારીખ જાહેર, 9 ઓગસ્ટે લેવાશે પરીક્ષા
GPSC Exam Postponed: ગુજરાત લોક સેવા આયોગ (GPSC) દ્વારા ઉમેદવારોની રજૂઆતોને ધ્યાને રાખીને મોટા હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 01/08/2026 ના રોજ યોજાનાર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આયોગની સત્તાવાર ટ્વીટ અનુસાર હવે આ સંબંધિત પરીક્ષા 09/08/2026 ના રોજ યોજવામાં આવશે.
Advertisement
GPSC Exam Postponed: ગુજરાત લોક સેવા આયોગ (Gujarat Public Service Commission - GPSC) દ્વારા સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. વિવિધ માધ્યમો દ્વારા ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતો અને આવેદનોને ધ્યાનમાં રાખીને, આયોગે ઉમેદવારોના બહોળા હિતમાં મોટો નિર્ણય લીધો છે.

