ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

GPSC : ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર, આગામી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર

મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 ની પ્રિલીમ પરીક્ષા 06 જૂન, 2025 (06.06.2025) નાં રોજ યોજાશે.
05:45 PM Mar 01, 2025 IST | Vipul Sen
મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 ની પ્રિલીમ પરીક્ષા 06 જૂન, 2025 (06.06.2025) નાં રોજ યોજાશે.
  1. GPSC ની આગામી પરીક્ષાઓનું ટાઈમ ટેબલ નક્કી કરાયું
  2. પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો
  3. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 ની પરીક્ષાની તારીખો જાહેર

GPSC ની આગામી પરીક્ષાઓનાં ટાઈમ ટેબલને લઈને મોટા સમાચાર આવ્યા છે. પરીક્ષાનો ટાઇમ ટેબલ અને પરીક્ષાઓ બાદ પરિણામનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 ની પ્રિલિમ પરીક્ષાઓ 20 એપ્રિલ, 2025 નાં રોજ અને મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર-2025 નાં રોજ યોજાશે.

 આ પણ વાંચો - Navsari : બીલીમોરામાં લૂંટનો ભેદ ઉકેલાયો, ગણતરીનાં કલાકોમાં બંને આરોપી ઝડપાયા

ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 પરીક્ષાની તારીખ જાહેર

GPSC ની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. જીપીએસસીની આગામી પરીક્ષાઓનો ટાઈમ ટેબલ અને પરિણામનો સમય અને દિવસ નક્કી કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 ની પ્રિલિમ પરીક્ષાઓ 20 એપ્રિલ, 2025 નાં રોજ અને મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર-2025 નાં રોજ યોજાશે. જ્યારે, મદદનીશ વન સંરક્ષક તથા પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-2 ની પ્રિલીમ પરીક્ષા 06 જૂન, 2025 (06.06.2025) અને મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાશે.

 આ પણ વાંચો - Gondal: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બાલાશ્રમની પાંચ દીકરીઓનો લગ્નોત્સવ ઉજવાશે, જુઓ આ તસવીરો

હિસાબી અધિકારી વર્ગ-1/2 ની પરીક્ષા આ તારીખે યોજાશે

ઉપરાંત, હિસાબી અધિકારી વર્ગ-1/2 ની પ્રિલિમ પરીક્ષા 6 જૂન 2025 અને મુખ્ય પરીક્ષા 10 થી 17 ડિસેમ્બર, 2025 દરમિયાન લેવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની પ્રિલિમ પરીક્ષા 21 ડિસેમ્બર, 2025 અને મુખ્ય પરીક્ષા 1 થી 10 જૂન, 2026 દરમિયાન લેવાશે. આ સિવાય નાયબ સેક્શન ઓફિસર/નાયબ મામલતદાર વર્ગ-3 માટે મુખ્ય પરીક્ષા 07 સપ્ટેમ્બર, 2025 અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી- 2026 સુધીમાં યોજાશે.

 આ પણ વાંચો - Gujarat: માવઠા અને વાદળછાયા વાતાવરણની આગાહી, 4થી 10 માર્ચ વચ્ચે રહેશે વાતાવરણમાં પલટો

Tags :
GPSCGPSC ExamGPSC Exam Time TableGujarat Administrative Service Class-1/2 examGujarat Civil Service Class-1Gujarat FirstGUJARAT FIRST NEWSIPS Hasmukh Patel
Next Article