ગાંધીનગરના Ridrol માં અયોધ્યા જેવો અદભૂત નજારો: સાક્ષાત સૂર્ય કરશે પ્રભુ શ્રી રામનો 'સૂર્ય અભિષેક'
ગાંધીનગરના Ridrol માં અયોધ્યા જેવું ભવ્ય રામ મંદિર
27 એપ્રિલ બપોરે 3:57 વાગ્યે થશે સૂર્ય અભિષેક
સૂર્યના કિરણો સીધા મૂર્તિ પર પડે તેવી વિશેષ રચના
આ દિવ્ય દૃશ્ય નિહાળવા ગ્રામજનોનું ભાવભર્યું આમંત્રણ
સૂર્ય તિલકના પવિત્ર સમયે રીદ્રોલમાં યોજાશે ભવ્ય મહોત્સવ
Ridrol Surya Abhishek : ગુજરાતના પાટનગર ગાંધીનગર (Gandhinagar) નજીક આવેલા રીદ્રોલ (Ridrol) ગામમાં ભક્તિ અને વિજ્ઞાનનો અનોખો સંગમ જોવા મળવાનો છે. અયોધ્યા (Ayodhya) ના રામ મંદિરમાં જે રીતે રામલલાના મસ્તક પર સૂર્યના કિરણો દ્વારા અભિષેક થાય છે, તે જ પ્રકારની દિવ્ય રચના હવે રીદ્રોલ (Ridrol) ના ભવ્ય રામ મંદિરમાં પણ તૈયાર કરવામાં આવી છે. આગામી 27 એપ્રિલના રોજ બપોરે 3:57 કલાકે આ મંદિરના ગર્ભગૃહમાં સાક્ષાત સૂર્યનારાયણ પોતાના કિરણો દ્વારા પ્રભુ શ્રી રામની મૂર્તિનો અભિષેક કરશે.
બપોરે 3:57 વાગ્યે બદલાશે મંદિરનો માહોલ, સાક્ષાત સૂર્ય કરશે પૂજા
આ મંદિરની સ્થાપત્ય કળા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધા જ ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાનની મૂર્તિ પર પડે. આ ટેકનિકલ અને આધ્યાત્મિક સિદ્ધિને જોવા માટે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ ખાસ ક્ષણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ, બપોરે 3:57 કલાકે જ્યારે સૂર્ય તિલકની આ પવિત્ર ક્ષણ આવશે, ત્યારે સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠશે.
રીદ્રોલ રામ મંદિરમાં ભવ્ય સૂર્ય મહોત્સવનું આયોજન
રીદ્રોલ (Ridrol) ના ગ્રામજનોએ આ દિવ્ય અને અલૌકિક દૃશ્યને નિહાળવા માટે આસપાસના તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. આ પ્રસંગે મંદિરમાં ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાર્મિક વિધિઓ અને મહાઆરતીનું પણ આયોજન છે. આ પ્રસંગ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ આધુનિક ઇજનેરી અને પ્રાચીન પરંપરાનો સુમેળ છે, જે સમગ્ર ગુજરાત (Gujarat) માટે ગૌરવની વાત છે. આ દ્રશ્યને પોતાની આંખો સામે જોવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: જુઓ વીડિયો: ગાંધીનગરના રીદ્રોલમાં થશે રામલલાનો 'સૂર્ય અભિષેક'!


