GSEB Result 2026: ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, આ કેન્દ્ર બન્યું રાજ્યમાં પ્રથમ
- GSEB HSC Result 2026: ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
- વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા પરિણામ જાહેર
- ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર
GSEB HSC Result 2026: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science Stream) અને સામાન્ય પ્રવાહનું (General Stream) પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં સામાન્ય પ્રવાહનું પરિણામ વિજ્ઞાન પ્રવાહ કરતા ઊંચું રહ્યું છે.
GSEB HSC Result 2026: ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે. પરિણામમાં વિદ્યાર્થીનીઓએ (Girls) બાજી મારી છે, જેમાં તેમનું પરિણામ 84.65 ટકા રહ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું (Boys) પરિણામ 84.04 ટકા છે. માધ્યમ મુજબ જોઈએ તો અંગ્રેજી માધ્યમનું (English Medium) પરિણામ 85.13 ટકા અને ગુજરાતી માધ્યમનું (Gujarati Medium) પરિણામ 84.32 ટકા જાહેર થયું છે.
ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર | Gujarat First #GSEBHSCResult2026 #GujaratBoard #12thResult #ScienceStreamResult #GeneralStreamResult #GSEB #Gujaratfirstnews pic.twitter.com/LXSsRYPiLn
— Gujarat First (@GujaratFirst) May 4, 2026
ગ્રુપ વાઈઝ પરિણામ (Group-wise Results)
ગ્રુપ A (Group A): 90.79 ટકા
ગ્રુપ B (Group B): 79.87 ટકા
ગ્રુપ AB (Group AB): 69.44 ટકા
જિલ્લા અને કેન્દ્ર મુજબ વિગત
સમગ્ર રાજ્યમાં મોરબી (Morbi) જિલ્લો 94.85 ટકા પરિણામ સાથે મોખરે રહ્યો છે, જ્યારે દાહોદ (Dahod) જિલ્લો 57.44 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે. કેન્દ્રોની વાત કરીએ તો કુંભારીયા (Kumbhariya) કેન્દ્ર 98.62 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે છે, જ્યારે દાહોદનું લીમડી (Limdi) કેન્દ્ર 42.98 ટકા સાથે સૌથી પાછળ રહ્યું છે.
શાળાઓનું પ્રદર્શન
રાજ્યની 209 શાળાઓએ 100 ટકા (100% Result) પરિણામ મેળવ્યું છે. જોકે, 22 શાળાઓ એવી પણ છે જ્યાં પરિણામ 10 ટકા કરતા પણ ઓછું નોંધાયું છે.
આ પણ વાંચો: Deodar Group Clash: દિયોદરના ફોરણા ગામે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, 8 સામે ગુનો દાખલ


