GSEB Class 10 Result: આવતીકાલે ધોરણ 10 નું પરિણામ, જાણો કઈ રીતે જોશો રિઝલ્ટ
- ધોરણ 10 (GSEB Class 10) નું પરિણામ આવતી કાલે જાહેર થશે
- આવતીકાલે સવારે 8 વાગ્યે બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરાશે.
- www.gseb.org વેબસાઇટ પરથી ઓનલાઇન પરિણામ જોઇ શકાશે
- 6357300971 વોટસએપ નંબર પરથી પણ પરિણામ જોઇ શકાશે
- ફેબ્રુઆરી-માર્ચમાં લેવામાં આવી હતી બોર્ડની પરીક્ષા
GSEB Class 10 Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ધોરણ 10 (GSEB Class 10) નું પરિણામ આવતી કાલે જાહેર થશે
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની અધિકૃત વેબસાઇટ www.gseb.org પર જઈને ઓનલાઇન જોઈ શકશે. આ ઉપરાંત, ટેકનોલોજીના ઉપયોગ સાથે બોર્ડ દ્વારા વોટ્સએપ સુવિધા પણ આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
GSEB SSC Result: GSEB દ્વારા સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશેhttps://t.co/iq7lWi0GdM વેબસાઇટ પરથી વિદ્યાર્થીઓ ઓનલાઈન પરિણામ જોઈ શકશે
6357300971 વોટસએપ નંબર પરથી પણ પરિણામ મેળવવાની સુવિધા ઉપલબ્ધ
ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી
રાજ્યભરના વિદ્યાર્થીઓમાં… pic.twitter.com/kH4nH6pDXB— Gujarat First (@GujaratFirst) May 5, 2026
સવારે 8 વાગ્યે બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરાશે
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 ની પરીક્ષામાં રાજ્યભરમાંથી લાખો વિદ્યાર્થીઓ નોંધાયા હતા. લાંબા સમયની રાહ જોયા બાદ બોર્ડ દ્વારા આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 8 વાગ્યાથી વેબસાઈટ પર લિંક એક્ટિવ થઈ જશે.
આ પણ વાંચો: Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ? જાણો લાઈવ અપડેટ્સ


