GSEB SSC Result : ધો 10નું 83.86% પરિણામ જાહેર, દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16% ટકા વધુ
- GSEB SSC Result થયું જાહેર
- 39 શાળાઓનું ઝીરો પરિણામ આવ્યું
- A1 ગ્રેડ 35,508 વિદ્યાર્થીઓએ મેળવ્યું
- A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ વધ્યા
- 100 ટકા પરિણામ ધરાવતી 1697 શાળાઓ
GSEB SSC Result : ધો 10નું 83.86% પરિણામ (RESULT) જાહેર થતા વિધાર્થીઓમાં ખુશીનો માહોલ છે. ગત વર્ષેના 82.56 ટકા કરતા આ વખતે 1.30 ટકા પરિણામ ઊંચું આવ્યું છે. સૌથી વધુ પરિણામ ગાંધીનગરના (gandhinagar) અજોલ કેન્દ્રનું 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું પરિણામ દાહોદના (dahod) મૂનખોસલા કેન્દ્રનું 33.74 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ નર્મદા જિલ્લાનું 90.85 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પંચમહાલ જિલ્લાનું 76.42 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 1697 શાળાઓ (school) છે.
39 શાળાઓનું ઝીરો પરિણામ આવ્યું
A1 ગ્રેડ 35508 વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. ગત વર્ષ કરતા 7453 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવનાર વધ્યા છે. દીકરીઓનું પરિણામ 88.28 ટકા જ્યારે દીકરાઓનું 80.12 ટકા પરિણામ છે. દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જોઈ શકશે. ઉપરાંત, આધુનિક સુવિધા હેઠળ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાની માર્કશીટ મેળવી શકશે. તે માટે 6357300971 નંબર પર પોતાના બેઠક ક્રમાંક મોકલવાથી પરિણામની નકલ પ્રાપ્ત થશે.
Gujarat Board : બોર્ડ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર । Gujarat First#GSEB #GujaratBoard #SSCResult #Class10Result #BoardExamResult #ExamResults #GujaratNews #EducationNews #ResultDay #StudentsLife #BoardResults #IndiaEducation #AcademicSuccess #ExamUpdate #BreakingNews… pic.twitter.com/bmPe5mENjt
— Gujarat First (@GujaratFirst) May 6, 2026
નાપાસ વિદ્યાર્થી માટે જૂનમાં પૂરક પરીક્ષા લેવાશે
ધોરણ 10 SSC પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં કુલ 1,83,674 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, જેમાં 1,22,065 નિયમિત વિદ્યાર્થીઓ, 44,806 રિપીટર વિદ્યાર્થીઓ અને 16,763 GSOS (ખાનગી) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા જૂન માસમાં પૂરક પરીક્ષાનું પુનઃ આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ‘Best of Two’ યોજના હેઠળ ફરી પરીક્ષા આપવાની તક પણ મળશે, જેથી તેઓ પોતાના પરિણામમાં સુધારો કરી શકે.
GSEB SSC Result 2026: ધોરણ 10 નું પરિણામ 83.86% જાહેર#GSEBResult2026 #SSCResult #Class10Result #GujaratBoard #ExamResults #EducationNews #StudentSuccess #BoardExam #ResultDay #AcademicAchievement #TopperNews #SchoolResults #IndiaEducation #GirlsOutperform #GujaratFirst
GSEB… pic.twitter.com/tT3bZq2kiR
— Gujarat First (@GujaratFirst) May 6, 2026
ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ
ગત 4 મે, 2026ના રોજ ધો-12 સાયન્સનું 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% રિઝલ્ટ જાહેર થયું હતું. 2026ની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સના 1,19,263 અને સામાન્ય પ્રવાહના 5,01,286 એમ કુલ 6.20 લાખ પરીક્ષાર્થી હતા. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી આ પરીક્ષા રાજ્યના કુલ 156 કેન્દ્રો પર યોજાઈ હતી.
આ પણ વાંચો : LIVE: GSEB SSC Result : ધોરણ 10નું 88.86 ટકા પરિણામ જાહેર


