Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GSRTC : ઉનાળુ વેકેશન સંદર્ભે એસટી નિગમનો પ્રજાલક્ષી નિર્ણય, 1400 એકસ્ટ્રા બસો દોડશે

અત્યારે Summer Vacation ચાલી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકારના એસટી નિગમ (GSRTC) એ 1400 એકસ્ટ્રા બસો દોડાવવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. વાંચો વિગતવાર.
gsrtc   ઉનાળુ વેકેશન સંદર્ભે એસટી નિગમનો પ્રજાલક્ષી નિર્ણય  1400 એકસ્ટ્રા બસો દોડશે
Advertisement
  • મુસાફરોને મળશે 1400થી વધુ એક્સ્ટ્રા બસોની સુવિધા
  • GSRTC દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ 500 ટ્રીપ એકસ્ટ્રા શરૂ કરાશે
  • દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 બસો વધુ દોડશે

GSRTC : અત્યારે સમગ્ર રાજ્યમાં Summer Vacation નો માહોલ જામ્યો છે. એક શહેરથી બીજા શહેર અને પોતાના વતન જતા મુસાફરોની સંખ્યા પણ વધી છે. આ મુસાફરોની સુવિધા માટે GSRTC એ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે મુસાફરોને અગવડ ન પડે તે માટે 1400 વધુ બસો દોડાવશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જેવા પ્રદેશો આવરી લેવામાં આવશે.

1400 એકસ્ટ્રા બસો દોડાવાશે

ઉનાળુ વેકેશનમાં વતન જતા અને ફરવા માટે જતા મુસાફરોને તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકારના GSRTC એ એક પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. હવે સમગ્ર રાજ્યમાં 1400 એક્સ્ટ્રા બસો દોડશે. જેમાં ગુજરાતના મહત્વના શહેર Surat થી સૌરાષ્ટ્ર તરફ 500 ટ્રીપ દોડાવવામાં આવશે. દક્ષિણ ગુજરાત (South Gujarat) થી ઉત્તર ગુજરાત (North Gujarat) તરફ 300 ટ્રીપ દોડાવવામાં આવશે. જ્યારે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ પ્રવાસ કરતા મુસાફરોની સગવડ માટે 300 ટ્રીપ દોડાવવામાં આવશે. આ જ રીતે સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત જતા મુસાફરો માટે 210 વધુ બસો દોડાવવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ  Education Dept. : પ્રાથમિક શિક્ષકોને જિલ્લા કક્ષાએ ‘પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર’ આપી સન્માનિત કરાશે

Advertisement

પ્રજાલક્ષી નિર્ણય

ઉનાળુ વેકેશનમાં નાગરિકો મુસાફરી વધુ કરતા હોય છે. વતન તરફ જતા તેમજ ધાર્મિક કે પર્યટક સ્થળોએ પ્રવાસ જતા મુસાફરોની સંખ્યા રોજિંદા દિવસો કરતા વધી જાય છે. મુસાફરોની વધેલી સંખ્યાને ધ્યાને રાખીને રાજ્ય સરકારના એસટી વિભાગે એક પ્રજાલક્ષી નિર્ણય (Public Oriented Decision) લીધો છે. જે અંતર્ગત હવે સમગ્ર રાજ્યમાં 1400 એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેના પરિણામે ગુજરાતના મહત્વના પ્રદેશો જેવા કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતને કવર કરવામાં આવશે. જેમાં ધાર્મિક અને પર્યટક સ્થળોને પણ આવરી લેવામાં આવ્યા છે. ધંધા-રોજગાર માટે વતનથી દૂર થયેલા ગુજરાતીઓને પોતાના ગામે પહોંચવા માટે આ નિર્ણય ખરેખર લાભદાયી છે.

આ પણ વાંચોઃ VADODARA : બરોડા ડેરી બહાર ખાલી દુધની થેલીનો હાર પહેરી વિરોધ

Tags :
Advertisement

.

×