ST મુસાફરોને લૂંટતી 27 થી વધુ હાઇવે હોટેલ સામે GSRTC ની કડક કાર્યવાહી! જુઓ LIST
- એસ.ટી બસનાં મુસાફરોને લૂંટતી હાઇવે હોટલો સામે કાર્યવાહી (GSRTC)
- રાજ્યનાં વાહન વ્યવહાર નિગમની હાઇવે હોટેલો સામે કાર્યવાહી
- એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન 27 થી વધુ હોટેલ ડિલિસ્ટ કરાઈ
- હવે આવી હોટેલો પર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં
ગુજરાત રાજ્ય એસ.ટી વિભાગ (GSRTC) એ મોટી કાર્યવાહી કરી છે. મુસાફરોને લૂંટતી એવી 27 થી વધુ હાઇવે હોટેલો સામે વિભાગે કડક કાર્યવાહી કરીને તેમને ડિલિસ્ટ કરી છે. આવી હોટેલો પર હવે ST ની બસો ઊભી રાખી શકાશે નહીં. જ્યારે, આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટેલો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ની રાણીપમાં જાહેરસભા, કહ્યું- હું દરેકને અપીલ કરું છું કે..!
એસ.ટી બસના મુસાફરોને લૂંટતી હાઇવે હોટેલો સામે કાર્યવાહી
ગુજરાત રાજ્ય એસ.ટી વિભાગને (GSRTC) છેલ્લા ઘણા સમયથી કેટલીક હાઇવે હોટેલ સામે ફરિયાદ મળી હતી. આ હાઇવે હોટેલો મુસાફરોને લૂંટતી હોવાની અનેક ફરિયાદો એસ.ટી. વિભાગને મળી હતી. આથી, વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન 27 થી વધુ હાઇવે હોટલો સામે વિભાગે કડક કાર્યવાહી કરીને તેમને ડિલિસ્ટ કરી છે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah ના હસ્તે 110 બેડની કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન
હવે આવી હોટેલો પર એસટીની બસો ઊભી રાખી શકાશે નહીં
માહિતી અનુસાર, રાજ્યનાં વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને લૂંટતી હાઇવે હોટેલોને ડિલિસ્ટ કરવામાં આવી છે. આથી, હવે ડિલિસ્ટ થયેલ હાઇવે હોટેલો પર એસ.ટી બસો ઊભી રાખી નહીં શકાય. જ્યારે આગામી દિવસોમાં ફરિયાદોને આધારે આવી હોટેલો સામે વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો - ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર બાદ GSHSEB એ ધો. 10-12 નાં પરીક્ષાર્થીઓનાં આંકડા જાહેર કર્યાં


