Gujarat GAS Transfer: ગુજરાત સરકારે IAS બાદ GAS કેડરમાં બદલીનો ગંજીફો ચિપ્યો, 13 GAS કેડરના સિનિયર અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી
Gujarat GAS Transfer: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-1 (સિલેક્શન/સીનિયર સ્કેલ) ના 13 સિનિયર અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
Gujarat માં GAS વર્ગ-1 ના 13 ઉચ્ચ અધિકારીઓની બદલી
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યના વહીવટી માળખામાં ફેરફાર કરતાં ગુજરાત વહીવટી સેવા (GAS) વર્ગ-1 (સિલેક્શન/સીનિયર સ્કેલ) ના 13 સિનિયર અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોનો આદેશ જારી કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, વિવિધ સરકારી નિગમો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીઓ (DRDA), મહાનગરપાલિકાઓ અને મહત્વના કમિશનરેટમાં ખાલી પડેલી અથવા બદલી પામેલા IAS અધિકારીઓની જગ્યા પર આ નિમણૂકો કરવામાં આવી છે. વહીવટી તંત્રની કામગીરીને વધુ સુચારુ અને ઝડપી બનાવવાના હેતુથી આ આંતરિક બદલીઓ હાથ ધરવામાં આવી છે.
![Gujarat GAS Transfer news- Gujarat first 1]()
![Gujarat GAS Transfer news- Gujarat first]()
આ પણ વાંચો: Gujarat IAS Transfer: ગુજરાતના વહીવટી બેડામાં ફરી બદલીનો ગંજીપો ચિપાયો, 28 IAS ની કરાઈ બદલી