ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ, દિવાળી પહેલા ધોરીમાર્ગ ઉપર દોડશે

Gujarat: ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ કરાયુ છે. એક મહિનામાં...
12:29 PM Oct 10, 2025 IST | SANJAY
Gujarat: ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ કરાયુ છે. એક મહિનામાં...
Chief Minister, Bhupendra Patel, Diwali, Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Gujarat: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 201 નવી બસોનું લોકાર્પણ કરાયુ છે. એક મહિનામાં 500થી વધુ બસો શરૂ કરવામાં આવી છે. જેમાં દિવાળી પહેલા 201 બસ રાજ્યના ધોરીમાર્ગ ઉપર દોડશે. 128 સુપર એક્સપ્રેસ, 68 ગુર્જરીનગરી 5 મીની બસનું લોકાર્પણ કર્યું છે. દિવાળીના તહેવાર માટે 4200 એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. તથા સુરત શહેરમાંથી 1600 બસ વધારાની અને અન્ય જિલ્લામાંથી 2600 બસનું સંચાલન કરવામાં આવશે.

દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી

લોકોની ડિમાન્ડ મુજબ વધુ બસ પણ દોડાવવા વાહન વ્યવહાર નિગમની તૈયારી છે. અગાઉ નવરાત્રીમાં પાવાગઢ 2239, માતાના મઢ માટે 2114 એક્સ્ટ્રા બસ સંચાલન કરવામાં આવ્યું હતું. તથા રક્ષાબંધમાં દિવસે 6400 એક્સ્ટ્રા ટ્રિપ, જન્માષ્ટમી 7049 ટ્રિપ, ડાકોર દર્શના માટે 2934 ટ્રિપનું સંચાલન કરવામાં આવ્યા હતું. ત્યારે દિવાળી તહેવારની સ્પેશિયલ બસોને પણ લીલીઝંડી આપવામાં આવી છે.

Gujarat: ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી

ગાંધીનગરના LIC ગ્રાઉન્ડથી CM ભૂપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી છે. તેમાં વાહનવ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે તમામ એસટી બસ ડ્રાઈવરનું અભિવાદન ઝીલ્યું છે. તથા બસ ડ્રાઈવરોનું પુષ્પવર્ષાથી CMએ અભિવાદન ઝીલ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલે 'સ્વદેશી અપનાવો'ના સ્ટીકર બસમાં લગાવ્યા છે. એલ.આઈ.સી. ગ્રાઉન્ડ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી 201 બસને લીલીઝંડી આપી છે. આ લોકાર્પણથી રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના મુસાફરોને રાહત થશે. તેમજ દિવાળીના તહેવારોમાં એક્સ્ટ્રા બસોની શરૂઆતથી બસની રાહ જોવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે.

સૂર્યનું કિરણ ઉગે તે પહેલા આરોપીઓના ઘરના દરવાજા તોડી દેવાયા

દહેગામના બહિયલ ગામમાં ડિમોલિશન મુદ્દે હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે આસામાજિક તત્વો પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અસામાજિક તત્વો પર ભવિષ્યમાં પણ કડક પગલા ભરાશે. નવરાત્રિ દરમિયાન મા અંબાના ભક્તો પર પથ્થરમારો કરાયો હતો. એવી કાર્યવાહી કરાઈ કે આવા તત્વો પથ્થર તરફ નજર નહીં કરે. જેમાં સૂર્યનું કિરણ ઉગે તે પહેલા આરોપીઓના ઘરના દરવાજા તોડી દેવાયા હતા.

આ પણ વાંચો: Overseas Mobility Bill: વિદેશમાં રોજગારના નામે છેતરપિંડી નહીં ચાલે! મોદી સરકાર લાવી રહી છે કડક કાયદો

 

Tags :
Bhupendra PatelChief MinisterDiwaliGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article