Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: કમોસમી વરસાદ અને ઠંડીને લઇ અંબાલાલ પટેલની આગાહી સામે આવી

Gujarat: અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે આવનાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ રહેશે બંગાળ ઉપસાગરના ચક્રવાતની અસરથી ગુજરાતનું હવામાન પલટાશે Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ...
gujarat  કમોસમી વરસાદ અને ઠંડીને લઇ અંબાલાલ પટેલની આગાહી સામે આવી
Advertisement
  • Gujarat: અંબાલાલ પટેલે (Ambalal Patel) જણાવ્યું છે કે આવનાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે
  • દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ રહેશે
  • બંગાળ ઉપસાગરના ચક્રવાતની અસરથી ગુજરાતનું હવામાન પલટાશે

Gujarat: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવનાર 72 કલાકમાં ગુજરાતમાં કમોસમી વરસાદ આવશે. તેમજ વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે નાની નદીઓમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. તથા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગરના વાતાવરણમાં પલટો આવશે અને ભારે વરસાદ પડવાની શક્યતા છે.

શિયાળો આ વખતે આકરો અને કાતિલ ઠંડી પડે તેવી શક્યતા

શિયાળો આ વખતે આકરો અને કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. જેમાં 22 ડિસેમ્બર પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વખતે શિયાળો લાંબો રહે તેવી શક્યતા છે. તથા ઉતરાયણ પછી પણ ગુલાબી ઠંડી સાથે હોળી સુધી ઠંડી રહેવાની શક્યતા છે.

Advertisement
Advertisement

Gujarat Rain, Ambalal Patel, cyclone Shakti, Ahmedabad Gujarat, Gujarat News, Gujarati Top News, Top Gujarati News, Gujarati News, Gujarat First

Advertisement

બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા

બંગાળના ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતાના કારણે 24 ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત થઈ તારીખ 28 અને 29 ઓક્ટોબર સુધીમાં ભારે ચક્રવાત થવાની શકયતા છે. જેમાં પવનની ગતિ 100 થી 150 પ્રતિ કલાક જેટલી રહશે. આ માસના અંતમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહેશે.

Gujarat: બંગાળ ઉપસાગરના ચક્રવાતની અસરથી ગુજરાતનું હવામાન પલટાશે

અરબી સમુદ્રનું વાવાઝોડું બંગાળ ઉપસાગરના ચક્રવાતની અસરથી ગુજરાતનું હવામાન પલટાશે. જેમાં 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ શક્યતા છે, જેની અસર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે. તથા નવેમ્બર માસમાં દેશ સહિત ગુજરાતનો હવામાન પલટાશે અને શિયાળે અને ચોમાસું આવ્યું હોય તેવું જણાશે. બંગાળ ઉપસાગરમાં ગતિવિધિ દક્ષિણ ભારતમાં પ્રવેશી અરબી સમુદ્રમાં વાવાઝોડું પ્રવેશી શકે છે. અરબી સમુદ્રનો ચક્રવાત આવે તો ઉત્તર ભારતના ભાગો ત્યાર બાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેની અસર થઈ શકે છે.

આ પણ વાંચો: Porbandar: આ ગીર નથી ! એક સાથે દેખાયા 11 બાળ સિંહ

Tags :
Advertisement

.

×