Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gandhinagar: MLA Hardik Patel એ જૂના દિવસોને યાદ કર્યા, AAP નેતાએ આપી તીખી પ્રતિક્રિયા!

વિધાનસભામાં ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું કે રસ્તા પર વિરોધ કરવા કરતાં ગૃહમાં નીતિઓ બનાવવી વધુ અઘરી અને મહત્વની છે. આ નિવેદન બાદ ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયાએ (Gopal Italia) વળતો પ્રહાર કરતા કહ્યું કે સત્તા મળતા હાર્દિકભાઈના વિચારો બદલાઈ ગયા છે. બંને નેતાઓ વચ્ચેના આ વાકયુદ્ધે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે.
gandhinagar  mla hardik patel એ જૂના દિવસોને યાદ કર્યા  aap નેતાએ આપી તીખી પ્રતિક્રિયા
Advertisement
  • Gandhinagar: વિધાનસભા ગૃહમાં  MLA Hardik Patel નું નિવેદન
  • રસ્તા પર વિરોધ અને માંગ કરવી સહેલું છેઃ હાર્દિકભાઈ પટેલ
  • ગૃહમાં પહોંચીને પોલિસી બનાવવી મહત્વની છેઃ હાર્દિકભાઈ પટેલ

Gandhinagar: ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના સત્ર દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ (Hardik Patel) દ્વારા એક સૂચક નિવેદન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન (Protest) કરવું અને વિવિધ માંગણીઓ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ વાસ્તવિક પરિવર્તન લાવવા માટે ગૃહમાં પહોંચીને નીતિઓ (Policy Making) બનાવવી અત્યંત મહત્વની છે.

MLA હાર્દિકભાઈ પટેલને હવે સમજાયું કે...

MLA હાર્દિકભાઈ પટેલે પોતાના આંદોલનકારી ભૂતકાળને યાદ કરતા સ્વીકાર્યું હતું કે, એક સમયે તેઓ પોતે પણ રસ્તા પર ઉતરીને વિરોધ કરતા હતા. જોકે, હવે ધારાસભ્ય (MLA) તરીકેની જવાબદારી નિભાવતા તેમને સમજાયું છે કે પ્રજાના પ્રશ્નોના કાયમી ઉકેલો મેળવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો ભાગ બનવું અનિવાર્ય છે. તેમણે ભાર મૂક્યો હતો કે સિસ્ટમની અંદર રહીને લોકોના પ્રશ્નોનું નિરાકરણ વધુ અસરકારક રીતે લાવી શકાય છે.

Advertisement

Gandhinagar: ગોપાલભાઈ ઈટાલિયાનો વળતો પ્રહાર

MLA હાર્દિકભાઈ પટેલના આ નિવેદન સામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલિયા (Gopal Italia) એ તીખી પ્રતિક્રિયા આપી હતી. ગોપાલભાઈ ઈટાલિયાએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વ્યક્તિની જગ્યા (Position) બદલાય છે ત્યારે તેના વિચારો પણ બદલાઈ જાય છે. આમ હાર્દિકભાઈ પર ગોપાલભાઈએ કટાક્ષ કર્યો હતો.

Advertisement

વિચારોની લડાઈ અને રાજકીય ચર્ચાઓ

ગોપાલભાઈ ઈટાલિયાએ વધુમાં ઉમેર્યું કે તેઓ હાર્દિકભાઈ પટેલના ઓરિજિનલ (Original) વિચારો અને તેમની કામ કરવાની જૂની પદ્ધતિથી સારી રીતે વાકેફ છે. આ ચર્ચાને કારણે ગૃહમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ શાસક પક્ષના સભ્ય તરીકે હાર્દિકભાઈ પટેલ પોલિસી અને વહીવટી પ્રક્રિયાને પ્રાધાન્ય આપી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષી નેતાઓ તેમને તેમના જૂના આંદોલનકારી તેવરની યાદ અપાવી રહ્યા છે. આ નિવેદનબાજી આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ Gandhinagar: "રાજયના 3-3 કલેક્ટરો સામે તપાસ કરવી પડે છે" કોંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન

Advertisement

.

×