Gandhinagar: "હેમંત ખવા ભાગલા પાડીને રાજનીતિ કરે છે" મંત્રી પ્રવીણભાઈ માળીનો પ્રહાર!
ગાંધીનગરમાં મંત્રી પ્રવીણભાઈ માળીએ AAP ના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના નિવેદનોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે વિપક્ષ આંકડાની માયાજાળ છોડી ગામડાઓનો વિકાસ જુએ. બજેટમાં ગ્રામોત્થાન માટે મોટી જોગવાઈ છે અને સરકારની સબસીડીનો લાભ લેનારાઓ જ હવે રાજનીતિ કરી રહ્યા છે. ગુજરાત દેશના વિકાસમાં મોખરે છે.
Advertisement
- Gandhinagar: રાજ્યના બજેટ મુદ્દે AAPના MLAને મંત્રીનો જવાબ
- AAPના ધારાસભ્ય હેમંત ખવાના નિવેદન પર પ્રવિણભાઈ માળીની પ્રતિક્રિયા
- વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીએ આપ્યો જવાબ
"વિધાનસભાના સાથી સભ્ય હેમંત ખવાને અભ્યાની છે જરૂર"
Gandhinagar: ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા સત્ર દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને શાસક પક્ષ વચ્ચે શાબ્દિક પ્રહાર તેજ બન્યા છે. મંત્રી પ્રવીણભાઈ માળી (Pravinbhai Mali) એ ધારાસભ્ય હેમંતભાઈ ખવા (Hemantbhai Khava) ના નિવેદનો પર આકરા પ્રહાર કર્યા છે.

