Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Assembly News: "રાહુલ ગાંધી હજુ બાળવાટિકામાં છે", મનીષાબેન વકીલના આકરા પ્રહાર

 Gujarat Assembly News:  ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના ચાલુ સત્ર દરમિયાન આજે ગાંધીનગરમાં બે વિરોધાભાસી દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ધારાસભ્યોએ સ્વાસ્થ્ય જાળવવા યોગના પાઠ ભણ્યા, તો બીજી તરફ ગૃહમાં રાજકીય વાકયુદ્ધ તેજ બન્યું હતું.
gujarat assembly news   રાહુલ ગાંધી હજુ બાળવાટિકામાં છે   મનીષાબેન વકીલના આકરા પ્રહાર
Advertisement
  • ગૃહમાં (Gujarat Assembly) રાજકીય વાકયુદ્ધ અને અંદાજપત્રીય ચર્ચાઓ
  • મંત્રી મનીષાબેન વકીલ (Manisha Vakil) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહાર કર્યા
  • રાહુલ ગાંધી અંગે કહ્યું કે તે હજુ બાળવાટિકામાં છે
  • કોંગ્રેસને રીપોર્ટ કાર્ડ હંમેશા ડી ગ્રેડમાં આવે છેઃ મનીષાબેન

Gujarat Assembly News:   ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)  ના ચાલુ સત્ર દરમિયાન આજે ગાંધીનગરમાં રાજકીય ગરમાવા સાથે સ્વાસ્થ્ય અને વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દિવસની શરૂઆત ધારાસભ્યો માટેના ખાસ યોગ સત્રથી થઈ હતી, જ્યારે ગૃહમાં રાજકીય વાકયુદ્ધ અને અંદાજપત્રીય ચર્ચાઓ જોવા મળી હતી.

ગૃહમાં (Gujarat Assembly) રાજકીય વાકયુદ્ધ

ધારાસભ્યોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે ધારાસભ્ય નિવાસસ્થાન (MLA Quarters) ખાતે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં હાજર રહેલા ધારાસભ્યોએ યોગ (Yoga), પ્રાણાયામ (Pranayama) અને વિવિધ કસરતો કરી હતી. જોકે, નોંધનીય છે કે વિધાનસભાના કુલ 182 ધારાસભ્યો (MLAs) પૈકી આ સત્રમાં હાજરી ઘણી ઓછી જોવા મળી હતી.

Advertisement

ગૃહમાં ગરમાવો: મનીષાબેન વકીલના રાહુલ ગાંધી પર પ્રહાર

વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન મંત્રી મનીષાબેન વકીલ (Manisha Vakil) એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહાર કર્યા હતા. કુપોષણના મુદ્દે જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ હંમેશા 'ડી' ગ્રેડમાં આવે છે. તેમણે રાહુલ ગાંધીને આડકતરી રીતે નિશાન બનાવી કહ્યું કે, "તેમના પ્રિન્સિપાલ હજુ બાળવાટિકામાં છે."વધુમાં તેમણે ઉમેર્યું કે વર્તમાન સરકારમાં 'પોષણ ટ્રેકર' (Poshan Tracker) ચાલે છે, જ્યારે કોંગ્રેસના શાસનમાં 'ભ્રષ્ટાચારનું ટ્રેકર' ચાલતું હતું.

Advertisement

આ પણ વાંચો :  Gujarat Assembly News: "એક કુંવરજી જાય, બીજા કુંવરજી આવે" પૂર્વ મંત્રી કુંવરજી હળપતિની એક ભૂલથી ધારાસભ્યો લોથપોથ!

વિધાનસભાની કાર્યવાહી અને વિભાગીય ચર્ચાઓ

આજના દિવસ દરમિયાન બે મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ વિભાગોની અંદાજપત્રીય માંગણીઓ પર મતદાન અને ચર્ચા હાથ ધરવામાં આવશે.

પ્રથમ બેઠક

આ બેઠકમાં નીચે મુજબના વિભાગોની માંગણીઓ પર ચર્ચા શરૂ થઈ છે:

શ્રમ અને રોજગાર (Labour and Employment)

પંચાયત અને ગ્રામ વિકાસ (Panchayats and Rural Development)

આદિજાતિ વિકાસ (Tribal Development)

મહિલા અને બાળ વિકાસ વિભાગ (Women and Child Development Department)

બીજી બેઠક (બપોરે 2:30 કલાકે):

બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી કાળ (Question Hour) યોજાશે, જેમાં મુખ્યત્વે આ વિભાગો પર ચર્ચા થશે:

ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ (Energy and Petrochemicals)
આરોગ્ય અને પરિવાર કલ્યાણ (Health and Family Welfare)
તબીબી શિક્ષણ (Medical Education)

ત્યારબાદ પશુપાલન (Animal Husbandry), સહકાર (Co-operation) અને મત્સ્ય ઉદ્યોગ (Fisheries) વિભાગની માંગણીઓ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો :  શું Kinjal Rabari ખરેખર ફરાર થઈ છે? જાણો ગાયિકાએ પોતે જ વિડીયો શેર કરી શું કહ્યું?

Tags :
Advertisement

.

×