Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Assembly : ગૃહમાં ગરમાવો! વિપક્ષના વેધક સવાલોના સરકારે શું આપ્યા જવાબ?

Gujarat Assembly : આજે ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની કાર્યવાહી બપોરે 12:00 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં રાજ્યના મહત્વના વિભાગો અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી. સત્ર દરમિયાન ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી (DYCM) હસ્તકના વિભાગો જેવા કે ગૃહ, વાહનવ્યવહાર, ઉદ્યોગ, અને પ્રવાસન પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી.
gujarat assembly   ગૃહમાં ગરમાવો  વિપક્ષના વેધક સવાલોના સરકારે શું આપ્યા જવાબ
Advertisement
  • Gujarat Legislative Assembly: નાયબ મુખ્યમંત્રીના વિભાગો પર પ્રશ્નોત્તરીનો દોર
  • વિધાનસભા સત્રમાં ગૃહ અને વાહનવ્યવહાર વિભાગના મુદ્દે ગરમાવો
  • પ્રવાસન અને યાત્રાધામ વિકાસના પ્રશ્નો પર મંથન
  • વિધાનસભામાં ગુંજ્યો ગૌવંશનો મુદ્દો, ગાયને 'રાજ્ય માતા'નો દરજ્જો આપવા માંગ
  • રણોત્સવની અધધ કમાણી,વિધાનસભામાં સરકારે રજૂ કર્યા સફળતાના આંકડા

Gujarat Assembly : આજે ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ની કાર્યવાહી બપોરે 12:00 વાગ્યે શરૂ થઈ હતી, જેમાં રાજ્યના મહત્વના વિભાગો અને વિકાસલક્ષી મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી. સત્ર દરમિયાન ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી (DYCM) હસ્તકના વિભાગો જેવા કે ગૃહ, વાહનવ્યવહાર, ઉદ્યોગ, અને પ્રવાસન પર પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. આ ઉપરાંત, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, આદિજાતિ વિકાસ તેમજ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના પ્રશ્નો પણ ગૃહના પટલ પર રજૂ થયા હતા. પ્રશ્નોત્તરી કાળની સમાપ્તિ બાદ, રાજ્યના ભાવિ આયોજન અને આર્થિક પાસાઓને સ્પર્શતી અંદાજપત્ર પરની સામાન્ય ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

રણોત્સવની સફળતા અને પ્રવાસન ક્ષેત્ર (Tourism Sector)

કચ્છમાં દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ દરમિયાન યોજાતા રણોત્સવ (Rann Utsav) ની સફળતા અંગે ગૃહમાં ચર્ચા થઈ.

Advertisement

વર્ષ 2024માં 8,55,565 અને વર્ષ 2025માં 9,41,637પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

Advertisement

છેલ્લા બે વર્ષમાં પ્રીમિયમ મેનેજમેન્ટ ફી (Premium Management Fee) દ્વારા સરકારને રુ. 17 કરોડ 06 લાખથી વધુની આવક થઈ છે.

પોલીસ વિભાગ અને કાયદો-વ્યવસ્થા (Law and Order)

ભાડાની કચેરીઓ: અમદાવાદમાં પોલીસ વિભાગની 13 કચેરીઓ (Offices) હજુ પણ ભાડા પર ચાલે છે. જેમાં નાગોરીવાડ પોલીસ ચોકી છેલ્લા 55 વર્ષથી અને હાટકેશ્વર ચોકી 54 વર્ષથી ભાડાના મકાનમાં છે. વિગતો અધૂરી હોવાને કારણે રુ.3,866 જેવું ભાડું ચૂકવવાનું બાકી હોવાનું પણ સામે આવ્યું છે.

ખાલી જગ્યાઓ (Vacancies):વડોદરા શહેરમાં પોલીસ વિભાગની 2,292 જગ્યાઓ ખાલી છે. જોકે, સરકાર દ્વારા 10,000 થી વધુ પોલીસકર્મીઓની ભરતી પ્રક્રિયા (Recruitment Process) હાલ ચાલુ હોવાનું જણાવાયું છે.

થાનગઢ ફાયરિંગ: વર્ષ 2012ના થાનગઢ ફાયરિંગ કેસનો તપાસ અહેવાલ (Investigation Report) 13 વર્ષ બાદ પણ હજુ સરકારની વિચારણા હેઠળ છે.

ડ્રગ્સ મુદ્દે વિધાનસભામાં શાસક-વિપક્ષ સામસામે

ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સના મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે આમને-સામને તીખી ચર્ચા જોવા મળી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વિપક્ષના સવાલોનો મક્કમતાથી જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે કચ્છમાં જે સ્થળેથી ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યાં જ હવે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને તેના લોકાર્પણમાં વિપક્ષને પણ આમંત્રણ આપ્યું છે. ઓડિશાથી આવતા ગાંજાના કેસમાં કડક કાર્યવાહીની ખાતરી આપતા તેમણે જાહેરાત કરી હતી કે પાંડી બ્રધર્સની જપ્ત કરેલી સંપત્તિની હરાજી કરવામાં આવશે અને તેમાંથી મળનારી રકમનો ઉપયોગ જનહિતના કામોમાં કરાશે. ચર્ચા દરમિયાન AAPના ધારાસભ્ય હેમંત ખવાએ જ્યારે સત્ય સ્વીકાર્યું ત્યારે હર્ષભાઈએ તેમનો આભાર માનતા કહ્યું કે તમે તમારી પાર્ટી વિરુદ્ધ જઈને પણ સત્ય સ્વીકાર્યું તે બદલ અભિનંદન. આ સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડાને વળતો જવાબ આપતા તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર માત્ર ડ્રગ્સ જ નહીં પણ પેડલરોની પણ ધરપકડ કરી રહી છે અને યુવાનોને સાચા રસ્તે લઈ જવા માટે ચોક્કસ પોલિસી બનાવવામાં આવી છે.

દારૂના વેચાણથી રાજ્ય સરકારે અધધ આવક

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારની દારૂના વેચાણમાંથી થતી મસમોટી આવકનો ખુલાસો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારે દારૂના વેચાણ અને પરવાના પેટે કુલ રૂ. 116 કરોડ 39 લાખ 62,900 ની અધધ આવક મેળવી છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની 32 જેટલી હોટલોને દારૂના વેચાણ માટેના પરવાના આપવામાં આવ્યા છે, જે સરકારી તિજોરીમાં આટલી મોટી રકમ જમા થવાનું મુખ્ય કારણ બન્યું છે.

ગૌવંશ સંરક્ષણ (Cow Protection)

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 54,000 કિલો ગૌમાંસ (Beef) જપ્ત કરવામાં આવ્યું છે અને 1,800 થી વધુ ગૌવંશને બચાવવામાં આવ્યા છે.

આ મામલે 229 ગુના નોંધાયા છે અને 185 આરોપીઓને તડીપાર (Deportation/Externment) કરવામાં આવ્યા છે.

વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાયને 'રાજ્ય માતા' (State Mother) નો દરજ્જો આપવા માટે સરકાર પ્રસ્તાવ લાવે તેવી માગ કરી છે.

ગૃહની શિસ્ત અને અન્ય રજૂઆતો

અધ્યક્ષનું કડક વલણ:ગૃહમાં મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડા ચર્ચા દરમિયાન વચ્ચેથી ઉભા થઈને બહાર જતા હતા, ત્યારે અધ્યક્ષે (Speaker) તેમને શિસ્તના પાલન મુદ્દે ઠપકો આપી પરત બેસાડ્યા હતા.

ગિરનાર આરોહણ:નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તમામ ધારાસભ્યોને ગિરનાર (Girnar) ચડવા લઈ જવાની રજૂઆત કરી, જેના પર અધ્યક્ષે રમૂજમાં ધારાસભ્યોના હાર્ટબીટ (Heartbeat) ચેક કરવાની વાત કરી હતી.

GIDC ની માંગ: બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના વિસ્તારમાં GIDC ફાળવવા માટે પોતાની ખાનગી જમીન આપવાની પણ તૈયારી દર્શાવી હતી.

ગોગો પેપર (GoGo Paper): ગોગો પેપરના વેચાણ પરના પ્રતિબંધ (Ban) સામે હાઈકોર્ટના સ્ટે (Stay) મામલે વિપક્ષે સરકારની રજૂઆત નબળી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.

બજેટ પર કોંગ્રેસના દંડક ડો. કિરીટ પટેલનું સંબોધન

વિધાનસભામાં બજેટ પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના દંડક ડો. કિરીટ પટેલે સરકારની આર્થિક નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે સરકાર 'દેવું કરીને ઘી પીવાની' કહેવત સાર્થક કરી રહી છે, કારણ કે ગુજરાતનું દેવું સતત વધીને 4 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. તેમણે આંકડાકીય વિગતો આપતા કહ્યું કે વાર્ષિક 10 ટકાના દરે દેવામાં વધારો થઈ રહ્યો છે, જ્યારે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનું બજેટ ઓછું છે. શિક્ષણ પાછળ માત્ર 14% અને આરોગ્ય પાછળ 7% ખર્ચ પર તેમણે સવાલ ઉઠાવ્યા હતા. આ સાથે જ તેમણે પાટણના સરસ્વતી તાલુકામાં સરકારી કોલેજના અભાવ અને કૃષિ ક્ષેત્રે ગુજરાતના નબળા ક્રમાંક બાબતે ચિંતા વ્યક્ત કરી સરકારના વિઝનને મર્યાદિત ગણાવ્યું હતું.

થાનગઢ ફાયરિંગ કેસનો તપાસ અહેવાલ

થાનગઢ ફાયરિંગની ઘટનાના 13 વર્ષ બાદ પણ તેનો તપાસ અહેવાલ હજુ સુધી સરકારની વિચારણા હેઠળ હોવાનું વિધાનસભામાં સામે આવ્યું છે. ગોપાલ ઈટાલિયા દ્વારા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું હતું કે, તપાસ સમિતિએ પોતાનો અહેવાલ 1 મે 2013ના રોજ જ સરકારને સોંપી દીધો હતો. લાંબો સમય વીતી ગયો હોવા છતાં આ સંવેદનશીલ ઘટનાનો રિપોર્ટ જાહેર ન થતા અથવા તેના પર આખરી નિર્ણય ન લેવાતા વિપક્ષ દ્વારા સરકારની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Vadodara: હવા ભરવાનું મશીન બન્યું કાળ! બાઇક ચાલકનો ભયાનક અકસ્માત, CCTV આવ્યા સામે

Tags :
Advertisement

.

×