Gandhinagar: "રાજયના 3-3 કલેક્ટરો સામે તપાસ કરવી પડે છે" કોંગ્રેસ MLA શૈલેષ પરમારનું નિવેદન
- Gandhinagar: કલેક્ટરોના ભ્રષ્ટાચારનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજયો
- કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન
- "રાજયના ત્રણ-ત્રણ કલેક્ટરો સામે તપાસ કરવી પડે છે"
- વિધાનસભામાં નર્મદા યોજના પર મુદ્દો ઉઠ્યો
Gandhinagar: ગાંધીનગર સ્થિત વિધાનસભા (Assembly) ગૃહમાં આજે રાજ્યના અનેક પ્રશ્નોને લઈ ઉગ્ર ચર્ચાઓ થઈ છે. ખેતી જમીન સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ (Congress) ધારાસભ્ય શૈલેષભાઈ પરમારે (Shailesh Parmar) રાજ્યના કલેક્ટરો (Collectors) વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે રાજ્યના ત્રણ-ત્રણ કલેક્ટરો સામે તપાસ કરવી પડી રહી છે, છતાં સરકાર તેમની સત્તા વધારી રહી છે. તેમણે કલેક્ટરોને સરકારના 'ચિઠ્ઠીના ચાકર' ગણાવ્યા હતા.
Gandhinagar: મહિલા અનામત અને ગૃહનું ઐતિહાસિક સંચાલન
ગૃહમાં મહિલાઓ માટેના 33 ટકા અનામત (33% Reservation) અંગે ચર્ચા થઈ હતી. ગૃહના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદીએ (Purnesh Modi) પ્રથમ વખત અધ્યક્ષ સ્થાનેથી ગૃહનું સંચાલન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે અનામત મંજૂર થયા બાદ આગામી દિવસોમાં ગૃહમાં 33 ટકા મહિલાઓની હાજરી હશે. જોકે, વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે સરકાર મહિલા અનામત માટે નક્કર કામગીરી કરી રહી નથી.
Gandhinagar: શ્રમિક કલ્યાણ અને 'દુકાન-સંસ્થા સુધારા વિધેયક' પસાર
શ્રમ સુધારા વિધેયક પરની ચર્ચામાં શ્રમિકોના શોષણનો મુદ્દો ગાજ્યો હતો. મોલ (Malls) અને શોરૂમમાં કર્મચારીઓ 12 કલાક કામ કરે છે પરંતુ તેમને પૂરતું વળતર કે સુવિધાઓ મળતી નથી. આ દરમિયાન મંત્રી કુંવરજી બાવળિયાએ (Kunvarji Bavaliya) જણાવ્યું કે 'દુકાન અને સંસ્થા સુધારા વિધેયક' સર્વાનુમતે પસાર થયું છે. હવે રાત્રિ પાળીમાં કામ કરતી મહિલાઓને બમણું વેતન (Double Wages) મળશે અને તેમની સુરક્ષાના કડક નિયમો અમલી બનશે.
નલ સે જળ કૌભાંડ અને કુપોષણના આંકડા
પ્રશ્નોત્તરી કાળમાં અમિતભાઈ ચાવડાના (Amit Chavda) સવાલ પર સરકારે સ્વીકાર્યું કે 'નલ સે જળ' (Nal Se Jal) યોજનામાં ગેરરીતિ બદલ 112 એજન્સીઓને ડીબાર (Debar) કરવામાં આવી છે અને મહિસાગરમાં (Mahisagar) 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ, નર્મદા (Narmada) અને દાહોદ (Dahod) જિલ્લામાં 30,847 બાળકો કુપોષિત (Malnourished children) હોવાનું સામે આવ્યું છે, જોકે સરકારે દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં આ સંખ્યામાં ઘટાડો થયો છે.
નર્મદા યોજનાના નાણાં અને રેલવેના પડતર કામો
ગુજરાતને ભાગીદાર રાજ્યો પાસેથી નર્મદા યોજના પેટે કુલ 7974 કરોડ રૂપિયા લેવાના બાકી છે, જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશ (Madhya Pradesh) પાસે 5516 કરોડ બાકી છે. આ ઉપરાંત, ગોધરાના (Godhra) ધારાસભ્ય સી.કે. રાઉલજીએ (C.K. Raulji) રેલવેના (Railways) પડતર કામો અને વિલંબિત બ્રિજ અંગે રજૂઆત કરી હતી.
સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતી જમીન બિલ થયુ પસાર
વિધાનસભામાં આજે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન (ગુજરાત સુધારા) વિધેયક બહુમતીથી પસાર થયું. રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાએ આ બિલ રજૂ કર્યું હતું.આ સુધારા વિધેયકથી કલમ 75માં મુખ્ય ફેરફાર થશે, જેના કારણે બોજામાંથી મુક્ત જમીનનો નિકાલ કરી શકાશે. આ સાથે કલમ 75(ક)માં પણ સુધારો થશે, જેનાથી જમીન વહીવટી પ્રક્રિયા વધુ સરળ બનશે અને ખેડૂતો તથા જમીન માલિકોને લાભ મળશે.વિધેયક પસાર થતાં વિપક્ષે તેને સમર્થન આપ્યું નહીં અને વિરોધ નોંધાવ્યો. આ બિલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જમીન સંબંધિત જૂના વિવાદોના નિરાકરણમાં મદદરૂપ થશે તેવી અપેક્ષા છે.
AAP ધારાસભ્યોનો હોબાળો અને પ્રસારણની માંગ
આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય હેમંત ખવાએ (Hemant Khava) વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ (Live Telecast) કરવાની માંગ કરી હતી. આ મુદ્દે ગૃહમાં હોબાળો થતા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ (Shankar Chaudhary) 'સસ્તી પ્રસિદ્ધિ' ન મેળવવા કહી 'આપ'ના ધારાસભ્યોને ઠપકો આપ્યો હતો અને સાર્જન્ટ દ્વારા બેનરો જપ્ત કરાવ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Politics: ભાજપના મહિલા ધારાસભ્યો કોંગ્રેસના નિશાને, BJP એ કર્યો પલટવાર


