Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Assembly Session: પ્લેન-હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં 87 કરોડનો ખર્ચ, વિપક્ષના પ્રશ્ન પર સરકારનો ખુલાસો

Gujarat Government: ગુજરાત સરકારે (Gujarat Government) છેલ્લા બે વર્ષમાં રાજ્યના પ્લેન અને હેલિકોપ્ટરની જાળવણી અને સ્ટાફ પાછળ કુલ 87 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો છે. જેમાં પાયલોટના પગાર (Pilot Salary) અને મેન્ટેનન્સનો સિંહફાળો છે. આટલા તોતિંગ ખર્ચ છતાં, ટેકનિકલ ખામીઓને કારણે સરકાર આ સુવિધાનો ઉપયોગ કરી શકી નહોતી, જે બાબતે વિધાનસભામાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે.
gujarat assembly session  પ્લેન હેલિકોપ્ટર પાછળ 2 વર્ષમાં 87 કરોડનો ખર્ચ  વિપક્ષના પ્રશ્ન પર સરકારનો ખુલાસો
Advertisement
  • Gujarat Assembly Session: 2 વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટર પાછળ 87 કરોડ ખર્ચ્યા
  • પ્લેન-હેલિકોપ્ટર મેન્ટેનન્સમાં 56 કરોડ 66 લાખનો ખર્ચ થયો
  • પાયલોટના પગાર પાછળ 28 કરોડ 8 લાખનો ખર્ચ થયો
  • અન્ય સ્ટાફ માટે 1 કરોડ 58 લાખ રૂપિયા ખર્ચાયા
  • આટલા ખર્ચ પછી પણ 2 વખત ટેકનિકલ ખામી આવી
  • ટેકનિકલ ખામીને કારણે સરકાર પ્લેન-હેલિકોપ્ટર વાપરી શકી નહીં
  • કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્ન પર જવાબ

Gujarat Assembly Session: ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્ય સરકારના પ્લેન (Plane) અને હેલિકોપ્ટર (Helicopter) ના ખર્ચને લઈને મોટા આંકડાઓ સામે આવ્યા છે. કોંગ્રેસ (Congress) ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે છેલ્લા બે વર્ષમાં આ આકાશી વાહનોની જાળવણી અને સંચાલન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

પાયલોટનો પગાર 28 કરોડ, મેન્ટેનન્સ ખર્ચ 56 કરોડ

સરકારે રજૂ કરેલા ડેટા મુજબ, છેલ્લા બે વર્ષમાં કુલ 87 કરોડ રૂપિયાથી વધુની રકમ પ્લેન અને હેલિકોપ્ટર પાછળ વપરાઈ છે. જેમાં સૌથી મોટો હિસ્સો પ્લેન અને હેલિકોપ્ટરના મેન્ટેનન્સ ખર્ચ (Maintenance Cost) ગયો છે. છેલ્લા 24 મહિનામાં આ માટે 56 કરોડ 66 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.જ્યારે પ્લેન અને હેલિકોપ્ટર ઉડાવતા પાયલોટના પગાર પાછળ સરકારે 28 કરોડ 8 લાખ રૂપિયા ચૂકવ્યા છે. અન્ય સ્ટાફ (Other Staff): ગ્રાઉન્ડ સ્ટાફ અને અન્ય ટેકનિકલ કર્મચારીઓના પગાર અને ભથ્થાં પાછળ 1 કરોડ 58 લાખ રૂપિયા ખર્ચાયા છે.

Advertisement

Advertisement

ભારે ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ

આ અહેવાલમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મેન્ટેનન્સ પાછળ 56 કરોડથી વધુનો ખર્ચ કરવા છતાં, બે વખત એવી ઘટનાઓ બની હતી જ્યારે પ્લેન અને હેલિકોપ્ટરમાં ગંભીર ટેકનિકલ ખામીઓ (Technical Faults) સર્જાઈ હતી. આ ખામીઓને કારણે જે-તે સમયે સરકાર આ વાહનોનો ઉપયોગ કરી શકી નહોતી. કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ જો એન સમયે વિમાન કામ ન લાગે, તો તે મેન્ટેનન્સની ગુણવત્તા પર સવાલો ઉભા કરે છે.

વિરોધ પક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) એ આ બાબતે સરકારને ઘેરતા જણાવ્યું કે જનતાના પરસેવાના પૈસાનો આ રીતે વ્યય થઈ રહ્યો છે. જ્યારે રાજ્યમાં અન્ય પાયાની જરૂરિયાતો માટે બજેટની ફાળવણીમાં ખેંચતાણ થતી હોય, ત્યારે વીઆઈપી (VIP) સુવિધાઓ પાછળ આટલો ખર્ચ અને છતાં સુવિધાનો અભાવ તે ચિંતાનો વિષય છે.

હાલમાં ગુજરાત સરકાર (Government of Gujarat) પાસે પોતાના અદ્યતન પ્લેન અને હેલિકોપ્ટર છે, જેનો ઉપયોગ મુખ્યમંત્રી (Chief Minister) અને રાજ્યપાલ (Governor) જેવા મહાનુભાવોની અવરજવર માટે કરવામાં આવે છે. પરંતુ આ આંકડાઓએ હવે રાજકીય ગરમાવો વધારી દીધો છે.

આ પણ વાંચો: Caste Certificates: નકલી પ્રમાણપત્રો પર તવાઈ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 172 ST પ્રમાણપત્રો રદ

Tags :
Advertisement

.

×