Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Assembly Session: ગૃહમાં ગરમાવાથી માંડીને ક્રિકેટ ફીવર, જાણો તમામ અપડેટ

T-20 World Cup Victory: લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha) બાદ હવે ગુજરાતના ગૃહમાં પણ તમામ ધારાસભ્યોએ ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય (MLA) ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ટીમ ઈન્ડિયાની બ્લૂ ટી-શર્ટ પહેરીને ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત પ્રત્યેના આ અનોખા પ્રેમ અને દેશભક્તિના માહોલમાં આખું ગૃહ એકસૂરે ટીમને શુભેચ્છા પાઠવતું દેખાયું હતું.
gujarat assembly session  ગૃહમાં ગરમાવાથી માંડીને ક્રિકેટ ફીવર  જાણો તમામ અપડેટ
Advertisement
  • Gujarat Assembly Session: T-20 વર્લ્ડ કપમાં જીત બદલ વિધાનસભા ગૃહે પાઠવ્યા અભિનંદન
  • ભારતીય ક્રિકેટ ટીમને શાનદાર જીત બદલ પાઠવ્યા અભિનંદન
  • વિધાનસભા ગૃહમાં બાળકો-મહિલા ગુમ થવાનો મુદ્દો ચર્ચાયો
  • ઈમરાન ખેડાવાલાએ ટીમ ઈન્ડિયાની ટી-શર્ટ પહેરી
  • ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક
  • અમદાવાદ અને વડોદરામાં છેલ્લા બે વર્ષમાં 32 હજારથી વધુ દારૂડિયા પકડાયા

Gujarat Assembly Session Update: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Session) માં આજે ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માં ભારતની શાનદાર જીતના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્યો ભારતીય ટીમની જર્સીમાં જોવા મળ્યા હતા. સાથે જ, રાજ્યમાં દારૂબંધીના ભંગ બદલ પકડાયેલા લોકોના આંકડા અને બાળકો ગુમ થવાના સંવેદનશીલ મુદ્દે ગૃહમાં સવાલો ઉઠ્યા હતા. ઉપરાંત શૈક્ષણિક ટ્રિબ્યુનલ સુધારા વિધેયક પણ રજૂ કરાયું હતું.

Gujarat Assembly Session: ટીમ ઈન્ડિયાની જીત પર અભિનંદનનો ધોધ

ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) ટી-20 વર્લ્ડ કપ (T-20 World Cup) માં ન્યૂઝીલેન્ડ (New Zealand) ને હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. આ ઐતિહાસિક જીતનો ઉત્સાહ આજે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં પણ જોવા મળ્યો હતો. લોકસભા (Lok Sabha) અને રાજ્યસભા (Rajya Sabha) બાદ હવે ગુજરાતના ગૃહમાં પણ તમામ ધારાસભ્યોએ ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Advertisement

વિશેષ આકર્ષણ એ રહ્યું કે, વિધાનસભાના સત્રમાં જીતનો જશ્ન મનાવવા માટે કોંગ્રેસના ધારાસભ્ય (MLA) ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ટીમ ઈન્ડિયાની બ્લૂ ટી-શર્ટ પહેરીને ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. રમતગમત પ્રત્યેના આ અનોખા પ્રેમ અને દેશભક્તિના માહોલમાં આખું ગૃહ એકસૂરે ટીમને શુભેચ્છા પાઠવતું દેખાયું હતું.

બાળકો અને મહિલાઓના ગુમ થવાના મુદ્દે સવાલો

ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ (Vimal Chudasama) ગીરસોમનાથ (Gir Somnath) અને જૂનાગઢ (Junagadh) જિલ્લામાં બાળકો અને મહિલાઓ ગુમ થવાના ગંભીર મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે પ્રશ્ન કર્યો હતો કે આ વિસ્તારમાંથી કેટલા બાળકો હજુ પણ ગુમ છે. આ સવાલનો જવાબ આપતા ધારાસભ્ય મહેશ કસવાલાએ (Mahesh Kaswala) જણાવ્યું હતું કે, ગીરસોમનાથમાં ગુમ થયેલા તમામ 46 બાળકો મળી આવ્યા છે, જ્યારે જૂનાગઢમાં 152 માંથી 150 બાળકોને ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે. સરકારે દાવો કર્યો હતો કે નેશનલ ક્રાઇમ રિપોર્ટ (National Crime Report) મુજબ ગુજરાતમાં બાળકો ગુમ થવાનો રેશિયો અન્ય રાજ્યોની સરખામણીએ ઓછો છે.

અમદાવાદ-વડોદરામાં દારૂડિયાઓ પર તવાઈ

વિધાનસભામાં દારૂબંધીના અમલીકરણ અંગે પણ મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના (Gopal Italia) સવાલના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ (Ahmedabad) અને વડોદરા (Vadodara) શહેરમાંથી કુલ 32,000 થી વધુ દારૂડિયાઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં 17,311 અને વડોદરામાં 15,154 લોકો પકડાયા છે, જે રાજ્યમાં પોલીસની સક્રિયતા અને દારૂબંધીના કડક અમલનો સંકેત આપે છે.

શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ સુધારા વિધેયક

શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફેરફાર લાવવા માટે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ (Gujarat Educational Institutions Services Tribunal) સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. વર્ષ 2023 ના અધિનિયમમાં સુધારો કરીને હવે તમામ સરકારી યુનિવર્સિટીઓને (Government Universities) પણ આ ટ્રિબ્યુનલના દાયરામાં આવરી લેવામાં આવશે, જેથી શૈક્ષણિક વિવાદોનું ઝડપથી નિરાકરણ આવી શકે.

આ પણ વાંચો: Gujarat Vidhan Sabha: હવે વાંચીને જવાબ નહીં ચાલે! વિધાનસભા અધ્યક્ષની મંત્રીઓ અને MLA ને કડક ટકોર

Tags :
Advertisement

.

×