Gujarat BJP Adijati Morcha ની નવી ટીમમાં 21 નેતાઓને સ્થાન, જાણો કોને મળી મહત્વની જવાબદારી
- ભાજપનો આદિજાતિ કાર્ડ: 21 પદાધિકારીઓની નવી ટીમ સાથે સંગઠન સજ્જ!
- ભાજપ પ્રદેશ પ્રમુખ અને મોવડી મંડળની ચર્ચા બાદ નવી યાદી જાહેર
- આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવાએ કરી સત્તાવાર જાહેરાત
- 8 ઉપાધ્યક્ષ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓ સહિત 21 નેતાઓને સોંપાઈ જવાબદારી
- દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત સુધીના આદિવાસી નેતાઓનો ટીમમાં સમાવેશ
Gujarat BJP Adijati Morcha : ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતોનું વિશેષ મહત્વ રહ્યું છે. આગામી સમયની રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના સંગઠન માળખામાં મોટા ફેરફારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdish Vishwakarma) અને સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણા બાદ, આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગણપતસિંહ વસાવા દ્વારા ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા (Gujarat BJP Adijati Morcha) ના નવા પદાધિકારીઓની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.
Gujarat BJP Adijati Morcha : સંગઠનાત્મક માળખું
આ નવી નિમણૂકોમાં (Appointments) 21 જેટલા અનુભવી અને સક્રિય કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પક્ષે આ યાદીમાં ભૌગોલિક સંતુલન જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ૮ પ્રદેશ ઉપાધ્યક્ષોમાં છોટાઉદેપુરથી ગોવિંદભાઈ રાઠવા, સુરતથી રાકેશભાઈ પટેલ, વડોદરાથી સુકિર્તીબેન તડવી, તાપીથી ધવલભાઈ ચૌધરી અને સુહાગભાઈ પાડવી, ભરૂચથી દિનેશભાઈ વસાવા, દાહોદથી પ્રફુલભાઈ ડામોર અને સાબરકાંઠાથી અશ્વિનભાઈ કોટવાલનો સમાવેશ થાય છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ના માર્ગદર્શનમાં આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી @Ganpatsinhv દ્વારા આદિજાતિ મોરચાના પ્રદેશ પદાધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી.
નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન. pic.twitter.com/tDyEwoJYTk
— BJP Gujarat (@BJP4Gujarat) March 15, 2026
નવા મહામંત્રીઓ અને મંત્રીઓ
ગુજરાત ભાજપ આદિજાતિ મોરચા (Gujarat BJP Adijati Morcha) ને વધુ ગતિશીલ બનાવવા માટે ૩ પ્રદેશ મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે, જેમાં વલસાડના મહેન્દ્રભાઈ ચૌધરી, દાહોદના શીતલકુમારી વાઘેલા અને અરવલ્લીના કેવલભાઈ જોષીયારાને મોટી જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત, ૮ પ્રદેશ મંત્રીઓની યાદીમાં નર્મદાના જીતેશભાઈ તડવી, ડાંગના હિરાભાઈ રાઉત, નવસારીના દિપ્તીબેન પટેલ અને મોહિતકુમાર પટેલ, તાપીના રોહિતભાઈ ગામીત, મહીસાગરના ડો. સંજયકુમાર પારગી, બનાસકાંઠાના માધુભાઈ ડાંગી અને વલસાડના વિલાસભાઈ ઠાકરીયાનો સમાવેશ થાય છે.
રાજકીય ગણિત
પંચમહાલના નરસિંહભાઈ ભુરીયાને પ્રદેશ કોષાધ્યક્ષ અને ગાંધીનગર શહેરના રોહિતકુમાર દામાને પ્રદેશ કાર્યાલય મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી ટીમ (New Team) આગામી દિવસોમાં રાજ્યના પૂર્વ પટ્ટીના આદિવાસી વિસ્તારોમાં પક્ષની વિચારધારા અને કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરશે. સંગઠનમાં થયેલો આ ફેરફાર આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની મજબૂત તૈયારીઓનો સંકેત આપી રહ્યો છે.
આ પણ વાંચો : Anand: ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર, જાણો સંપૂર્ણ વિગતો


