Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર
- Gujarat BJP: ટુંક સમયમા પ્રદેશ ભાજપનું સંગઠન થઈ શકે છે જાહેર
- કમુરતા શરૂ થાય તે પહેલા જાહેર થાય તેવી પ્રબળ શક્યતા
- CM, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી દિલ્હી પહોંચ્યા
Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટુંક સમયમાં પ્રદેશ ભાજપનું સંગઠન જાહેર થઈ શકે છે. તેમાં કમુરતા શરૂ થાય તે પહેલા ભાજપ સંગઠનનું પ્રદેશ માળખું જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સંગઠન મહામંત્રી અને ગુજરાત RSSના પ્રાંત પ્રચાર પ્રમુખ દિલ્હીમા છે.
ભાજપ સંગઠનને લઈને ગુજરાતના નેતાઓની દિલ્હી મુલાકાત
ભાજપ સંગઠનને લઈને ગુજરાતના નેતાઓની દિલ્હી મુલાકાત થઇ રહી છે. જેમાં દિલ્હીથી લીલી ઝંડી મળ્યા બાદ ભાજપ સંગઠનની પ્રદેશ માળખાની નિયુક્તિઓ થશે. તેમાં 4 પ્રદેશ મહામંત્રી, 6 થી 8 પ્રદેશ ઉપાધ્યક્ષ, 8 થી 10 પ્રદેશ મંત્રી, 1 ખજાનચી સહિત 20 થી 25 હોદ્દેદારોની પ્રદેશ ટિમ જાહેર થશે. પ્રદેશ ભાજપના 7 મોરચાના પ્રદેશ પ્રમુખોના નામો પણ જાહેર થશે. પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જિલ્લા મહાનગરની ટિમ પણ જાહેર કરાશે.
Gujarat BJP: ગુજરાત ભાજપ સંગઠન વિસ્તરણ મુદ્દે ચર્ચા થઈ શકે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી આવાસ પહોંચ્યા છે. તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા પણ હાજર છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં સામેલ થશે. જગદીશ વિશ્વકર્માના પ્રદેશ અધ્યક્ષ બન્યાના 2 માસ બાદ બેઠકમાં છે. ગુજરાત ભાજપ સંગઠન વિસ્તરણ મુદ્દે ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો: Ahmedabad: ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ, આરોપીએ કર્યા ચોંકાવનારા ખુલાસા