ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગ ફરી ગુજરાતના પ્રવાસે: ગાંધીનગરમાં સંત રોહિદાસ મંદિરે કરી આરતી
Sant Rohidas Temple Gandhinagar: ગુજરાત ભાજપ પ્રભારી તરુણ ચુગે (Tarun Chugh) ગાંધીનગરમાં સંત રોહિદાસ મંદિરે આરતી કરી હતી. ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ (650th Birth Anniversary) નિમિત્તે દેશમાં 70 હજાર સ્થળોએ માટી પૂજન અને ગામેગામ કળશ વંદન કાર્યક્રમો યોજાશે. વર્ષ દરમિયાન તેમના સમાનતા અને આડંબરમુક્ત સમાજના સંદેશને જનજન સુધી પહોંચાડવામાં આવશે.
Advertisement
Tarun Chugh: ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુગ (Gujarat BJP In-charge Tarun Chugh) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન તેમણે પાટનગર ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા પવિત્ર સંત રોહિદાસ મંદિરે (Sant Rohidas Temple) શીશ ઝુકાવ્યું હતું અને ભક્તિભાવપૂર્વક આરતી સંપન્ન કરી હતી. આ ધાર્મિક અને સંગઠનાત્મક પ્રસંગે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા (BJP SC Morcha) ના પ્રદેશ પ્રમુખ તેમજ અન્ય અગ્રણી હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

